વઘઈ-ધરમપુરમાં ૯ ઈંચ, ધનસુરા-ઉમરગામમાં ૮ ઈંચ, નેત્રાંગ, વડોદરા, માંગરોળ, ડોલવાણમાં ૭ ઈંચ, ખેરગામ, ઉમરપાડા, ચીખલી અને ડાંગમાં ૬ ઈંચ વરસાદ
ગુજરાત પર એકસાથે બે-બે સિસ્ટમો સક્રિય થતા નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર મેઘમહેર વરસી રહી છે. આજે સવારથી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. કપરાડા અને વલસાડમાં ૧૨ ઈંચ જયારે વાપી અને પારડીમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની બાદ કરતા દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં મેઘરાજા સોમવારે મન મુકીને વરસ્યા હતા.
સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ પૈકી ૨૪ જિલ્લાના ૧૨૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં ૨૯૪ મીમી અને વલસાડ શહેરમાં ૨૮૮ મીમી પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત વાપીમાં ૨૫૧ મીમી, પારડીમાં ૨૪૦ મીમી, વઘઈમાં ૨૨૪ મીમી, ધરમપુરમાં ૨૧૫ મીમી, ધનસુરામાં ૨૦૯ મીમી, ઉમરગામમાં ૨૦૮ મીમી, નેત્રાંગમાં ૧૮૧ મીમી, વડોદરામાં ૧૮૦ મીમી, માંગરોળમાં ૧૭૪ મીમી, ડોલવાણમાં ૧૭૧ મીમી, ખેરગામમાં ૧૬૮ મીમી, ઉમરપાડામાં ૧૫૬ મીમી, ચીખલીમાં ૧૫૨ મીમી, ડાંગમાં ૧૪૩ મીમી, વળીયામાં ૧૩૬ મીમી, સુબીરમાં ૧૩૩ મીમી, વાસંદામાં ૧૨૭ મીમી, કામરેજમાં ૧૧૫ મીમી, ઉછલમાં ૧૦૭ મીમી, કપડવંજમાં ૧૦૬ મીમી, વાલોદમાં ૧૦૬ મીમી, વિજયનગરમાં ૧૦૦ મીમી, અંકલેશ્ર્વરમાં ૮૮ મીમી, ગુરુદેશ્ર્વરમાં ૮૮ મીમી, ભિલોડામાં ૨૭ મીમી અને કરજણમાં ૮૩ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજયના અન્ય ૯૯ તાલુકાઓમાં ૧ મીમીથી લઈ ૮૩ મીમી સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જુન માસમાં રાજયમાં કુલ ૬.૩૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છ પ્રદેશ કોરો ઢાકડ છે અહીં મેઘરાજાએ પધરામણી કરી નથી. જયારે નોર્થ ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૨.૩૪ ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં અત્યારસુધીમાં મોસમનો કુલ ૬.૭૬ ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં ૧.૪૩ ટકા જયારે દક્ષિણ ગુજરાતમાં ૬.૩૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવાનું સ્ટેટ કંટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યું હતું.
કયાં કેટલો વરસાદ
કપરાડા
|
૨૯૪ મીમી
|
વલસાડ
|
૨૮૮ મીમી
|
વાપી
|
૨૫૧ મીમી
|
પારડી
|
૨૪૦ મીમી
|
વઘઈ
|
૨૨૪ મીમી
|
ધરમપુર
|
૨૧૫ મીમી
|
ધનસુરા
|
૨૦૯ મીમી
|
ઉમરગામ
|
૨૦૮ મીમી
|
નેત્રાંગ
|
૧૮૧ મીમી
|
વડોદરા
|
૧૮૦ મીમી
|
માંગરોળ
|
૧૭૪ મીમી
|
ડોલવાણ
|
૧૭૧ મીમી
|
ખેરગામ
|
૧૬૮ મીમી
|
મુંબઈમાં મેઘરાજાએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો
સતત બે દિવસથી ભારે વરસાદના પગલે મુંબઈના જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ટ્રેન વ્યવહાર ખોરંભે ચઢયો છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર લાઈનની ટ્રેનો મોડી દોડી રહી હોવાના કારણે કર્મચારીઓ-ધંધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.ભારે વરસાદના પગલે બચાવ ટુકડીઓને સાવધ રહેવા સુચના આપી દેવાઈ છે. મુંબઈમાં નીરધરી વરસાદે રેકોર્ડ તોડયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં અગાઉ કયારે ૨૪ કલાકમાં ૨૩૧ મીમી વરસાદ નોંધાયો નથી…
સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાત પર એકી સાથે બે-બે સિસ્ટમો સક્રિય થતા છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. ઉતર-ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જયારે સૌરાષ્ટ્ર અને કચ્છ હજી કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે ગુજરાતમાં દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે જયારે સૌરાષ્ટ્ર અને દિવમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. આવતીકાલે બુધવારના રોજ પણ આજ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. જયારે ગુરુવારે દમણ, દાદરાનગર હવેલી સહિત ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.