વીજળીએ સૌના જીવનની અમૂલ્ય વસ્તુ છે આજે કોઈ પણ વ્યક્તિ થોડા સમય માટે વીજળી વગ ચલાવી શકતો નથી ત્યારે અબડાસા તાલુકામાં વીજળીને લઈને સરપંચ અને PGVCLના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અબડાસા તાલુકાના સણોસરા ગામની છે જ્યાં રાત્રીના 12 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી લાઈટના આવતા સ્થાનિકો પરેશાન થયા હતા ત્યારે ગામના સરપંચ પરેશ સિંહ જાડેજા 12 કલાકથી લાઇટના આવતા રજૂઆત કરવા માટે PGVCLની કચેરીએ પહોંચ્યા હતા.

abdasa

સરપંચને અધિકારી કોટવાલને જણાવ્યું તો PGVCLના અધિકારીએ ઉડાઉ જવાબ આપીને જણાવ્યું કે આવા તો ફોલ્ટ થવાના જ છે આ કોઈ મોટો અકસ્માત નથી. તે થાંભલો ભરડીયોમાં કામ કરતા એક ડમ્પર દ્વારા તૂટેલો હતો. તે ડમ્પરમાં તાર આવી જતા પીજીવીસીએલના અધિકારી એવું જણાવ્યું કે જે ડમ્પરના માલિક પાસેથી નિયમ અનુસાર વસૂલાત કરવામાં આવી હતી. વધુમાં સરપંચ પરેશ સિંહ જાડેજાએ જણાવ્યું કે આ થાંભલા નાખવાની પરમિશન ક્યારે મળેલ છે આ ભરડીયા માટે NOC ક્યારે મળેલ છે તે બાબતે મીડિયા સમક્ષ રજૂઆતો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.