સરકારી વકીલ મીતેશ અમીન, ધારાશાસ્ત્રીઓ દેવાંગ નાણાવટી, અસીમ પંડયા, મૌલીન રાવલ, જલસોલી ઉનવાલા સહિતની નિયુક્તિ
ગુજરાત હાઈકોર્ટે ૧૨ સિનિયર ધારાશાીઓને વરિષ્ઠ કાઉન્સેલરનો દરજ્જો આપ્યો છે. જેમાં સરકારી વકીલ મીતેશ અમીન, દેવાંગ નાણાવટીનો સમાવેશ થાય છે.
વધુ વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશ એ.એસ.દવે અને હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ કુલ કોર્ટ મીટિંગમાં વકીલોને ૧૨ સિનિયર એડવોકેટનો દરજજો આપવાનો નિર્ણય ન્યાયધીશોની સંપૂર્ણ અદાલતમાં બેઠકમાં સિનિયર ધારાશાીઓની એડવોકેટ કાયદાની જોગવાઈ હેઠળ નિયુક્ત કરવામાં આવી છે.
હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા સિનિયર અને અનુભવન ધારાશાીઓની વરિષ્ઠ કાઉન્સેલ તરીકેનો દરજ્જો સરકારી વકીલ મિતેશ અમીન, સિનિયર એડવોકેટ દેવાંગ નાણાવટી, અસીમ પંડયા, જી.એમ.જોશી, આઈ.એચ.સૈયદ, સત્યજીત દેસાઈ, જલસોલી ઉનવાલા, એમ.બી.ગાંધી, મૌલિન રાવલ, ટી.પી.હેમાની, બી.એસ. પટેલ અને હસમુખ પરીખનો સમાવેશથાય છે.
આ પદ હાંસલ કરનાર આઈ.એચ.સૈયદ પ્રમ મુસ્લિમ વકીલ બન્યા. તેમણે ઈશરત જહાંની માતા, ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, સતીષ વર્મા અને રાહુલ શર્માના કેસો રજૂ કર્યા હતા.
અમીને એન્કાઉન્ટરના કેસોમાં નિવૃત ડીઆઈજી વણઝારાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં હાઈકોર્ટમાં ફરિયાદી બનતા પહેલા હાજર યા હતા.