વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારોમાંના એક એકેડેમી એવોર્ડ એટલે કે ’ઓસ્કાર 2024’ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતની ઘણી એવી ફિલ્મો છે જે આ એવોર્ડ જીતવાની રેસમાં છે, જેમાંથી એક વિક્રાંત મેસીની ’12મી ફેલ’ છે. વિધુ વિનોદ ચોપરાની ’12મી ફેલ’, હિના ખાનની ’કંટ્રી ઑફ બ્લાઇન્ડ’ અને મલયાલમ સ્ટાર અને નિર્માતા ટોવિનો થોમસની ફિલ્મ ’2018’ પણ એ 265 ફિલ્મોમાં સામેલ છે જે ઓસ્કાર એવોર્ડની દાવેદાર છે.
પ્રતિષ્ઠિત ઓસ્કાર નોમિનેશનની રેસમાં સામેલ આ ભારતીય ફિલ્મો ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે
હા, અત્યારે ઓસ્કાર માટે 265 ફિલ્મોની રેસમાં ભારતની ત્રણ ફિલ્મો ’12મી ફેઈલ’, ’કંટ્રી ઓફ બ્લાઈન્ડ’ અને ’2018’એ પોતાનું મજબૂત સ્થાન બનાવી લીધું છે. આ 265 ફિલ્મોની યાદી ’ધ હોલીવુડ રિપોર્ટર’ દ્વારા શેર કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત ઓસ્કાર નોમિનેશનની રેસમાં સામેલ આ ભારતીય ફિલ્મો ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે જ્યાં આ ફિલ્મોની સ્પર્ધા ’ઓપેનહાઇમર’, ’બાર્બી’ અને ’કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન’ જેવી મજબૂત હોલીવુડ ફિલ્મો સાથે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મોએ ગોલ્ડન ગ્લોબ્સ અને ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સ સહિત તાજેતરના એવોર્ડ સમારોહમાં જબરદસ્ત સફળતા મેળવી છે.
આ અદ્ભુત સમાચાર પર પ્રતિક્રિયા આપતા હિના ખાને કહ્યું છે કે વોટિંગના આધારે આ ફિલ્મની ઓસ્કાર માટે પસંદગી થવી એ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા હિના ખાને કહ્યું, ’ઓપેનહાઇમર અને બાર્બી જેવી ફિલ્મોની સાથે આ યાદીમાં સામેલ થવી એ અમારી ફિલ્મ ક્ધટ્રી ઓફ બ્લાઇન્ડ માટે મોટી ઉપલબ્ધિ છે. આ સમગ્ર ટીમ માટે ગર્વની ક્ષણ છે. જો કે, અમે તમને અહીં જણાવી દઈએ કે સબમિશન લિસ્ટમાં સામેલ થવાનો અર્થ એ નથી કે કોઈ ફિલ્મ નોમિનેશન લિસ્ટ માટે લાયક છે, પરંતુ હિના ખાન ખુશ છે. તેણે કહ્યું, ’અમે બધા ખૂબ જ ખુશ છીએ, કારણ કે આ ફિલ્મને શ્રેષ્ઠ બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી છે.