ઓરિસ્સામાં તિતલી વાવાઝોડા પછી ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયાની શંકા છે. ચાર લોકો ગૂમ છે. ગજપતિ જિલ્લાના રાયગઢ બ્લોકમાં શુક્રવારે સાંજે જ્યારે આ ઘટના થઈ ત્યારે ગામના લોકોએ ભારે વરસાદથી બચવા માટે એક ગુફા જેવી જગ્યાએ ઘુસી ગયા હતા. વિશેષ રાહત કમિટીના અધ્યક્ષ પીવી સેઠીએ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

પીવી સેઠીએ જણાવ્યું છે કે, ઠેર-ઠેર ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઝાડ પડવાની ઘટના બની છે. તેથી લોકો સુધી રાહત પહોંચાડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. જોકે શુક્રવારની સરખામણીએ શનિવારે અહીં પાણીના સ્તર ઓછા થઈ રહ્યા છે. 963 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે. તેમાં 1,27,262 લોકો શરણ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.