સરકાર દ્વારા ગઈકાલે ફરી એક વખત સૌરાષ્ટ્ર બ્રાંચની કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગઇકાલે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર બ્રાંચની અને કેનાલોમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અને તે હેતુથી ગઈકાલે સરકાર દ્વારા સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના અને આખા વિશ્વના સૌથી મોટા પંપીંગ સ્ટેશન લખતર પાસે આવેલ ઢાંકી પંપીંગ સ્ટેશન ઉપરથી ગુજરાતની સૌરાષ્ટ્રની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું હતું..
સૌરાષ્ટ્ર શહેરની મુખ્ય શાખામાં ગઈકાલે વિશ્વના સૌથી મોટા પંપીંગ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ના ઢાંકી ગામેથી ૧૭૫ ક્યુસેક પાણી નર્મદા બ્રાંચની સૌરાષ્ટ્ર શાખાઓમાં છોડવામાં આવતા એક માસથી ખાલી પડેલી કેનાલમાં ફરી પાણી જોવા મળતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં પણ આનંદનો માહોલ સર્જાયો હતો ત્યારે ખાસ કરી સરકાર દ્વારા પીવાના પાણી ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે તેવા હેતુથી હાલમાં કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધોળી ધજા અને નાયકા ડેમ બંને હાલમાં સારી એવી સપાટી પાણીની વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ જિલ્લામાં નર્મદા ની કેનાલ ના પગલે સતત ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને આ ધોળી ધજા ડેમમાંથી બોટાદ તરફની કેનાલોમાં પાણી આપવામાં આવી રહ્યું છે.
જેને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને પીવાના પાણીનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ છે અને આ ડેમ અત્યારે નર્મદાની કેનાલના પાણીના કારણે બે કાંઠે વહી રહ્યો છે જેના કારણે ગત ઉનાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા નહીં સર્જાવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ખાસ વાત એ છે કે પાણીનું વિતરણ વ્યવસ્થા જળવાઇ રહેતો જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીની પરિસ્થિતિમાં પણ ડેમમાંથી પાણી ખૂટે તેમ નથી.