ત્રણ કિલો હેરોઈનના જથ્થા સાથે મધ્યપ્રદેશનો તસ્કર ઝડપાયો
બિહારના પટણા જંકશન પરથી ડીઆરઆઈએ ૩ કિલો હેરોઈનના જથ્થા સાથે મધ્ય પ્રદેશના એક તસ્કરને પકડી પાડયો હતો.
ડીઆરઆઈની ટીમને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશથી એક શખ્સ બેંગમાં હેરોઈન લઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે આથી આ માહિતીના આધારે એક શખ્સને ૩ કિલો હેરોઈનના જથ્થા સાથે પકડી પાડયો હતો. હેરોઈનની કિમંત ૧૫ કરોડ બતાવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ બાતમીનાં આધારે પટણા જંકશન પર બાતમી મુજબના એક શંકાસ્પદ શખ્સની તલાશી લેવામાં આવતા તેની પાસેથી હેરોઈનના પાંચ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટનું વજન ૩ કિલો થાય છે. હેરોઈનના આ જથ્થાની કિંમત ૧૫ કરોડ આંકવામાં આવી છે.
પકડાયેલો શખ્સ તસ્કર છે અને તેનું નામ ક્શિનલાલ છે તે મધ્યપ્રદેશનો રહેવાસી છે. રકસોલમાં રહેતા શખ્સે કહેતા આ તસ્કર હેરોઈનનો જથ્થો મધ્યપ્રદેશથી લઈ પટણા આવ્યો હતો.
પૂછપરછમાં આરોપી કિશનલાલે જણાવ્યું કે રકસોલનાં ‘માસ્ટર’ નામના વ્યકિતએ આ હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો તેના કહેવાથી પટણામાં તેને આપવામાં આવ્યો હતો.
કિશનલાલની ધરપકડ કરી તેણે જે માસ્ટર નામ આપ્યું છે તેની શોધખોળ હાથ ધરાઈ છે. કિશનલાલ મધ્યપ્રદેશમાં અફીણની ખેતી કરે છે
પકડાયેલા કિશનલાલની પૂછપરછ કરવામાં આવી રહી છે તેને મધ્યપ્રદેશથી પટણા હેરોઈન આપવા મોકલનાર માસ્ટર નામના શખ્સની શોધખોળ ચાલુ છે. દરમિયાન ડીઆરઆઈની તપાસમાં એવું ખૂલ્યું છે કે કિશનલાલ મધ્યપ્રદેશમાં અફીણની ખેતી કરે છે.