બાંટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસ આઇ કે.કે. મારૂને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે કચ્છીવાસમાં જુગારધામ ચાલી રહયું છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે બાંટવા કચ્છીવાસમાં જુગાર અંગે દરોડો પાડતા જુગાર રમતા ૧૨ શખ્સોને ઝડપી પાડયા અને કુલ રૂપિયા ૨૮,૧૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઝડપાયેલા તમામ શખ્શો વિરૂદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાંટવાના વડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
બાંટવાના વડા ગામની સીમમાં જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમી બાંટવા પોલીસ સ્ટેશનના મહિમા પીએસઆઇ કે.કે. મારૂને મળી હતી બાતમીના આધારે પોલીસ સ્ટાફને સાથે રાખી દરોડા પાડતા આ કામના આરોપી અશ્ર્વીનભાઇ કાનાણી પોતાની કબ્જા ભોગવટની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા જુગાર રમતા ૪ શખ્સોને કુલ રૂપિયા ૧૩૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા જયારે આ દરોડા દરમિયાન ૪ શખ્સો નાસી જતાં તેમને ઝડપી લેવા પીએસઆઇ એ ચક્રોગતિમાન કર્યો છે.