- હેમંત ચૌહાણ અને હેલ્લારો ફિલ્મની રંગોળીએ વિશેષ આકર્ષણ જમાવ્યું: ખૂદ હેમંતભાઇ અને શ્રધ્ધા ડાંગર પરિવાર સાથે રંગોળી જોવા રેસકોર્સ આવ્યા હતા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરીના સહયોગથી “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અંતર્ગત રેસકોર્ષ ખાતે યોજાયેલી ભવ્ય “રંગોળી સ્પર્ધા” વિજેતા થયેલ સ્પર્ધકોના નામ જાહેર કરાયા છે.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે “રંગોળી સ્પર્ધા” વિજેતા થયેલ સ્પર્ધકોના આજે નામ જાહેર કરવામાં આવ્યા છે. વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને રાજકોટ મહાનગરપાલિકાના આગામી કાર્યક્રમ દરમ્યાન રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક જય વસાવડા, શૈલેષભાઈ સગપરીયા, જયશ્રીબેન રાવલ, મુકેશભાઇ ડોડીયા, ચૈતન્યભાઈ વ્યાસ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ વ્યાસ, વલ્લભભાઈ પરમાર, ડો.પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કમાણી, રૂપલબેન સોલંકી, એમ. યુ. ચૌહાણ, ડો.અસિત ભટ્ટએ સેવા આપી હતી.
રંગોળી સ્પર્ધાની ખાસ વાત કરવામાં આવે તો ત્રણ કલાકાર દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણની રંગોળી બનાવવામાં આવેલ જે રંગોળી નિહાળવા પરિવાર સાથે આવ્યા હતા અને કલાકારોને અભિનંદન આપી ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવેલ. આજ રીતે ત્રણ કલાકારો દ્વારા “હેલ્લારો” ફિલ્મની રંગોળી તથા તેની હીરોઇન શ્રદ્ધા ડાંગરની અદભૂત રંગોળી બનાવવામાં આવેલ, જેને નિહાળવા ખુદ શ્રદ્ધા ડાંગરએ અમદાવાદથી રાજકોટ આવીને કલાકારોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા.
સ્લોગન ગૃપ રંગોળી 5ડ્ઢ15ની 26 બનાવવામાં આવેલ જે પૈકી પાંચ રંગોળીના વિજેતા વૈભવ રાણપરિયા, હીર સાકરીયા, રીતુ સાવલિયા, હિતાર્થી સખિયા તથા મૈત્રી વેકરીયાને પ્રત્યેકને રૂ.5000નું રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ ઉપરાંત ગૃપ રંગોળીમાં સ્પેશ્યલ થીમ બેઇઝ્ડ રંગોળી બનાવનાર બે કલાકાર શિવમ અગ્રવાલ અને માહી અકબરી પ્રત્યેકને રૂ.2000 રોકડ ઇનામ આપવામાં આવનાર છે.
વ્યક્તિગત રંગોળી 5ડ્ઢ5 ની પાંચસો બનાવવામાં આવેલ જેમાં બાર કલાકારો દિવ્યેશ પરમાર, ડો.રિદ્ધિ કાલરીયા, પૃષ્ટી વિરમગામા, ધન્વી પાનસુરિયા, દર્પણ ધોળકિયા, જીજ્ઞેશભાઈ ધોળકિયા, તુલસી દફતરી, અંજના વીંછી, ધારા ખંભાયતા, બ્રિજ પરમાર, નિતાંશુ પારેખ તથા નિકિતા પટેલ પ્રત્યેકને રૂ.5000 રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ ઉપરાંત 61 રંગોળી કલાકારોને આશ્ર્વાસનરૂપે પ્રત્યેકને રૂ.1000 રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જરૂરી માર્ગદર્શન પુરું પાડેલ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવેલ.