ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્તિમાં આગામી ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક યોજાશે.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાએ જણાવ્યુ હતુ કે, બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકમાં રાજકીય ઠરાવો, કેન્દ્ર સરકાર તા રાજ્ય સરકારની નોંધનીય કામગીરી બદલ અભિનંદન ઠરાવો, અત્યાર સુધીના યેલા કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે.
આ પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશમાં રહેતા પક્ષના અને મોરચાના રાષ્ટ્રીય હોદ્દેદાર, પ્રદેશ હોદ્દેદાર, પ્રદેશ મોરચાના પ્રમુખ, વિવિધ સેલના પ્રદેશ સંયોજક, પ્રદેશ સેલના ક્ધવીનર, પ્રદેશ કારોબારી સભ્ય, આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્ય, જિલ્લા/મહાનગરના પ્રભારી, પ્રમુખો-મહામંત્રી, જીલ્લા પંચાયતના પ્રમુખ/વિપક્ષના નેતા તેમજ મહાનગરપાલિકાના મેયરો ઉપસ્તિ રહેશે.
આગામી ૬ એપ્રિલ “ભાજપા સપના દિન નિમિત્તે ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા તમામ જીલ્લા/મહાનગર/મંડલ તેમજ શક્તિ કેન્દ્રો પર કાર્યક્રમો યોજાશે. તાજેતરમાં જ પૂર્ણ યેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપાનો ભવ્ય વિજય યો છે. આ તમામ નગરપાલિકાઓમાં બક્ષીપંચ સમાજના ચૂંટાયેલા સભ્યોના અભિવાદન સંમેલનો યોજવામાં આવશે.