તપાસમાં ખુલશે તેવા વધુ આરોપીની અટકાયત કરવામાં આવશે: સીટના મુખ્ય અધિકારી પ્રેમસુખ ડેલુ
જામનગરની સ્પેશિયલ કાયદાકીય ટીમ અને ગાંધીનગર એફ.એસ.એલ. ટીમે તપાસમાં ઝંપલાવ્યું
સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામના વતની ફરીયાદી નાઓની વડીલોપાર્જીત જમીન આ કામના આરોપીઓ ફરીયાદી પક્ષને ધાક ધમકી આપી તેઓની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગતા હોય જે અનુસંધાને ગઇ તા.12/07/2023 ના રોજ આ કામના ફરીયાદી પક્ષનાઓ પોતાની વડીલોપાર્જીત જમીન (ખેતર) માં ખેતીકામ કરતા હતા. જે દરમ્યાન આ કામના આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદ પક્ષ ઉપર હુમલો કરી માર મારતા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર તથા મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર નાઓને શરીરે ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ હોય સદરહુ બનાવ અન્વયે પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાઓની અધ્યક્ષતામાં એસ.આઇ.ટી ની રચના કરી તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવ્યું હતુ.
જેથી એસ.આઇ.ટીના સભ્યો દ્વારા પોલીસ મહાનિરીક્ષકની સુચના મુજબ અલગ-અલગ ટીમ દ્વારા આરોપીની વોચ તપાસ કરાવી, ગણતરીના દિવસોમાં આ કામના 5 આરોપીઓ પકડી પાડેલ હતા અને આજરોજ આ કામના નાસતા-ફરતા બીજા 7 આરોપીઓને પકડી પાડેલ છે. આમ, સદર ગુન્હામાં કુલ-1ર આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. હત્યા કેસમાં જે ઝડપાયેલા આરોપીઓ છે તેમની કડક પૂછપરછ પણ પોલીસ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી હતી મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી
આ ઉપરાંત સુરેન્દ્રનગરના નાયબ પોલીસ અધિક્ષક જેબી પુરોહિત તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એસોજી પોલીસ ટીમો આ મુદ્દે તપાસમાં કામે લગાવવામાં આવી હતી અત્યાર સુધીમાં બાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે હજુ પણ હત્યા કેસમાં સંડવણી થયેલા આરોપીઓની વિગતો તપાસમાં બહાર આવશે તો તેવા આરોપીઓની પણ અટકાયત કરવામાં આવશે અને તેમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નિવેદન આ કેસના સિટના મુખ્ય અધિકારી પ્રેમસુખ ડેલું દ્વારા આપવામાં આવ્યું છે.
ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ અંગે અને આ હત્યારાઓ કોઈ પણ ભોગે કાયદાકીય રીતે છટકી ન શકે તે માટે જામનગર થી સ્પેશિયલ કાયદા અધિકારીની ટીમો ચુડા ખાતે બોલાવી લેવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગરથી સ્પેશિયલ એફએસએલની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે તાત્કાલિક પણે તમામ પ્રકારના જે રિપોર્ટ છે તે થઈ જાય અને જે હત્યારાઓ છે તેમના વિરોધમાં તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેવા પ્રયાસો પોલીસ વિભાગની ટીમોએ હાથ ધર્યા છે.