રામનાથપરામાં મકાનમાંથી તસ્ક્રોએ રોકડ અને સોના ચાંદીના ધરેણાનો હાથ ફેરો કર્યો
પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ અવાર નવાર તસ્કરો મોટો હાથ ફેરો કરી ચોરીને અંજામ આપ્યાના અનેક બનાવ્યો પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ બે બનાવમાં હરીપર રોડ પર પીજીવીસીએલનાં ગોડાઉનમાં અને રામનાથપરામાં રહેણાંક મકાનમાં તસ્કરોએ રૂ.૧૩.૭ લાખના મુદામાલની ચોરી થયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સરધારગામ હરિપર રોડ પર આવેલા પીજીવીસીએલનાં ગોડાઉનમાં કામ કરતા દિનેશ ગોપી મેરાદ નામના રાજસ્થાની શખ્સે ગોડાઉન આઈસરમાં પડેલ પીજીવીસીએલનો મુદામાલ સહિત રૂ.૧૨,૪૫,૮૦૯ની કિંમતના મુદામાલ સહિત આઈસર હંકારી ગયો હોવાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જયારે બીજા બનાવમાં રામનાથપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા લખાઈભાઈ કાનાઈભાઈ ધોષ નામના બંગાળીના બંધ મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૬૧૫૦૦ના મુદામાલની ચોરી થઈ હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં લખાઈભાઈ ઘોષે ફરિયાદ નોંધાવતા નવાગામના સાહુદ ઈસ્માઈલ શેખ સામે શંકાના આધારે ગૂનો નોંધાવ્યો હતો. આ બનાવ અંગે પીએસઆઈ એસ.વી. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.