ભારતના૯૯ ટકા લોકોને શુદ્ધ હવા મળતી ન હોવાનો લેનસેટ પ્લેનેટરી હેલ્થ જનરલનો ચોંકાવનારો ખુલાસો
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.જેને કારણે ૨૦૧૭માં દર ૮ માંથી ૧ વ્યક્તિનું મૃત્યુ વાયુ પ્રદુષણને કારણે થવાનું સામે આવ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણને કારણે ઓડ ઈવન વ્હીકલ સીસ્ટમ ઉપરાંત કેટલીક યોજનાઓ પણ કરવામાં આવી છતાં પ્રદુષણ છે કે, ઘટવાનું નામજ નથી લેતું. વર્ષ ૨૦૧૭માં ભારતમાં વાયુપ્રદુષણને લઈ ૧૨.૪ લાખ લોકોએ જીવ ગુમાવ્યાહતા.
પીએમ૨.૫નું સ્તર એવું દર્શાવે છે કે, વાતાવરણમાં માનવ શરીર માટે અતિ જોખમી અને ઝેરી તત્ત્વોના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રકારના નુકશાનકારક ઝેરી તત્ત્વો માણસના વાળ કરતા ૧૦૦ ગણા નાના હોય છતાં ખુબજ હાનીકારક સાબીતથઈ શકે છે.
લેનસેટ પ્લેનેટરી હેલ્થ જનરલના રિપોર્ટમાં સામે આવ્યું કે, દિલ્હી બાદ ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં સૌથી વધુ પ્રદુષણનું પ્રમાણ છે. ભારતમાં ૨૬ ટકા લોકોનું આરોગ્ય વાયુ પ્રદુષણના કારણે બગડે છે અને તેને કારણે લોકો વહેલા મૃત્યુ પામે છે. ભારતની ૯૯ ટકા વસ્તીને શુદ્ધ હવા નશીબ થતી નથી. જેને કારણે રોગચાળા તેમજ બિમારીઓનો કહેર સતત વધી રહ્યો છે. આ બિમારીઓ જીવલેણ પણ સાબીત થઈ શકે છે.