ગાંધીનગર ‘ગિફ્ટ’ની વૈશ્વિક ‘ગિફ્ટ’ !!!
3.14 લાખ કરતાં વધુ કોન્ટ્રાક્ટની પ્રવૃત્તિ સિંગલ ડે ટ્રેડિંગમાં નોંધાઇ
એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝે 25 જુલાઈ, 2023ના રોજ 12.39 બિલિયન યુએસ ડોલર રૂ. 1 લાખ કરોડના ટર્નઓવર સાથે 3,14,900 કરતાં વધુ કોન્ટ્રાક્ટની રેકોર્ડ સિંગલ ડે ટ્રેડિંગ પ્રવૃત્તિની સિદ્ધિ નોંધાવી છે. પ્રથમ દિવસના 33,570 કોન્ટ્રાક્ટના ફુલ-સ્કેલ ઓપરેશન વોલ્યુમ સાથે 1.21 અબજ યુએસ ડોલરના ટર્નઓવરની સરખામણીએ ટ્રેડેડ કોન્ટ્રેક્ટ વોલ્યુમ અને ટર્નઓવર વેલ્યુ અનુક્રમે 838 ટકા અને 924 ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની બેંકો આવતા જે ટનઓવર થઈ રહ્યું છે તે ખૂબ મોટા પ્રમાણમાં થતું હોવાનું પણ સામે આવ્યું છે જે દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થા માટે ખૂબ સારા સમાચાર છે.
એનએસઇ IX પર ટ્રેડિંગ ટર્નઓવર 03 જુલાઈ, 2023ના રોજ એસજીએક્સ થી એનએસઇ IX સુધી એનએસઇ IX-એસજીએકસ ગિફ્ટ કનેક્ટની પૂર્ણ-સ્કેલ કામગીરીની શરૂઆત થઈ ત્યારથી ઝડપથી વધી રહ્યું છે. કનેક્ટની સંપૂર્ણ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી કુલ 195 ટકાની વોલ્યુમ સાથે એસજીએક્સ સુધીની સંપૂર્ણ કામગીરીની શરૂઆત કરી છે.
કનેક્ટની સંપૂર્ણ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી ગિફ્ટ નિફ્ટીએ કુલ 11,09,115 કોન્ટ્રાક્ટ્સના ક્યુમ્યુલેટિવ વોલ્યુમ સાથે42.89 અબજ યુએસ ડોલરનું કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર જોવા મળ્યું હતું. આ વોલ્યુમ્સ આંતરરાષ્ટ્રીય રોકાણકારોની વધતી જતી ભાગીદારી અને આ કનેક્ટ વ્યવસ્થાના આકર્ષણને દર્શાવે છે. ગિફ્ટ નિફ્ટી એનએસઇ IX પર ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની ઍક્સેસ આપે છે. આ કોન્ટ્રાક્ટ લગભગ 21 કલાક માટે સુલભ છે, જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ કલાકોને ઓવરલેપ કરે છે. ગિફ્ટ નિફ્ટી એનએસઇ IX પર નિફ્ટી ડેરિવેટિવ્ઝને ઍક્સેસ કરવા માટે લિક્વિડિટી અને સ્થળનો એક જ પૂલ ઓફર કરે છે.