- 18થી 29 વર્ષની વય જૂથના કુલ 1,16,06,188 યુવા મતદારો નોંધાયા
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોની પેટાચૂંટણી 7મી મેના રોજ યોજાશે. આ ચૂંટણી માટે રાજ્યમાં કુલ 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મતદારોનો સમાવેશ થાય છે. આ આખરી મતદાર યાદીમાં સામેલ 18થી 19 વર્ષની વય ધરાવતા 12,20,438 મતદારોને પ્રથમ વખત મતદાનની તક મળશે. જ્યારે 18થી 29 વર્ષની વય જૂથના કુલ 1,16,06,188 યુવા મતદારો મતદાન કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે.
રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે અલગ તારવાયા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યા મુજબ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે, જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે. રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાનમથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના કહેવા મુજબ, ચૂંટણીમાં મતદાન માટે ગત 15મી માર્ચ સુધી અરજી કરનાર નાગરિકોને મતદાર ફોટો ઓળખકાર્ડનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અરજી કરનાર નાગરિકોને EPIC કાર્ડ ઝડપથી પહોંચાડી દેવાશે. જોકે, EPIC કાર્ડ ન મળ્યું હોય પણ મતદાર નોંધણીની અરજી સાથે મોબાઈલ નંબર આપેલો હોય તો E-EPIC ડાઉનલોડ કરી શકાય છે અને E-EPICની પ્રિન્ટને ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્વરૂપે બૂથ લેવલ ઑફિસર દ્વારા મતદાર માહિતી કાપલી લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરાશે. વધુમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરાશે.
આ કામગીરી બીજી મે, 2024 સુધીમાં પૂર્ણ કરી લેવાશે. આ વખતે સુરતની બેઠક બિનહરીફ જાહેર થયા બાદ હવે લોકસભાની 25 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે 247 પુરષ અને 19 મહિલા ઉમેદવારો સહિત કુલ 266 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જ્યારે વિધાનસભા પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. રાજ્યના તમામ લોકસભા મતવિભાગમાં અને 5 વિધાનસભા મતવિભાગમાં પેટા ચૂંટણીઓ સંદર્ભે હરીફ ઉમેદવારો-તેઓના પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં 27મી એપ્રિલ સુધીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરાશે. 25મી એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને 27મી એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હરીફ ઉમેદવારો-તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ કરાશે.
22,701 મતદારો હોમ વોટિંગ કરશે
11મી એપ્રિલે સુધીમાં અબતયક્ષયિંય ટજ્ઞયિંતિ ઈફયિંલજ્ઞિુમાં 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 4,211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. આજથી હોમ વોટિંગની પ્રક્રિયા શરૂ કરાશે.
મતદારોની સંખ્યા
- 2,56,16,540 પુરૂષ
- 2,41,50,603 સ્ત્રી
- 1,534 ત્રીજી જાતિના