યુરોપના સૌથી મોટી વયના વૃધ્ધા સિસ્ટર આંદ્રેના જુસ્સા અને જજ્બાને સલામ !!
રેડ વાઈનની લિજજત માણી કેક કટીંગ કરી ૧૧૭મો જન્મદિવસ ઉજવ્યો
મને કોરોના વાયરસનો ભય નથી, કારણ કે હું મોતથી નથી ડરતી-સિસ્ટર આંદ્રે
મજબૂત મનોબળ સામે ગમે તેવી કપરી પરિસ્થિતિ શુ કરી શકવાની.. કંઈ નય !! યુરોપના સૌથી મોટા વૃધ્ધ અને વિશ્ર્વના સૌથી મોટી વયના બીજા ક્રમના ફ્રેન્ચના એક નન સીસ્ટર આંદ્રેએ આ વાત સાબિત કરી બતાવી છે. સ્પેનીશ ફલુ, બીજુ વિશ્ર્વ યુધ્ધ અને કોરોના જેવી ત્રણ ત્રણ મહામારીઓને મ્હાત આપી ગત ગુરૂવારે તેમણે ૧૧૭મો જન્મદીન ઉજવ્યો છે. જન્મદિવસની ઉજવણીમાં તેમણે રેડ વાઈન પી, કેક કટ કરી યુવા જોશ દાખવ્યો હતો. ૧૧૭ વર્ષનાં આ સીસ્ટર આંદ્રેના જુસ્સા અને જજબાને ખરેખર સલામ છે.
ફ્રાંસમાં રહેનાર સિસ્ટર આંદ્રેનો જન્મ વર્ષ ૧૯૦૪માં થયો હતો. ગત મહિને ટુલોન શહેરમાં સ્થિત સેંટ કેથરીન લેબોરા હોમમાં તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા હાલ ૮૮ લોકોમાંથી ૮૧ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાંના એક સિસ્ટર આંદ્રે હતા. તેઓ હાલ વાયરસને મ્હાત આપી કોરોના મૂકત થયા છે. પરંતુ અન્યોમાં સંક્રમણ ફેલાવાને ધ્યાને રાખી તેઓને હજુ નર્સિંગ હોમમાં રખાયા છે. વર્ષ ૧૯૪૪માં કેથોલીક ચેરીટેબલ સાથે જોડાયા તે બાદ લુસિલે રેંડને તેમને સીસ્ટર આંદ્રે નામ આપ્યું.
લુસિલે રેડને કહ્યું કે અમે ખુશનસીબ છીએ સિસ્ટ આંદ્રે અમારી સાથે જોડાયેલા છે. તેઓ દ્રષ્ટિવીહીન છે. તેઓ બીજા વિશ્ર્વ યુધ્ધ અને સ્પેનીશમાં ફેલાયેલા ફલુ એમ વિશ્ર્વની બે મોટી મહામારીના સાક્ષી છે અને હવે વૈશ્ર્વિક મહામારી કોવિડ-૧૯ના સાક્ષીની સાથે ભોગ પણ બન્યા છે. પરંતુ એ ખૂબ મોટી અને ખુશીની વાત છે કે સિસ્ટર આંદ્રે ૧૧૭ વર્ષની વયે પણ કોરોનાને મ્હાત આપી આ વૈશ્ર્વિક લડાઈમાં વિજયી બન્યા.
સિસ્ટર આંદ્રનોગત ૧૬મી જાન્યુઆરીએ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમના ભાઈ પણ કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે. ગત અઠવાડિયામાં એક ટીવી ઈન્ટરવ્યુમાં કોરોના વાયરસનાં ડર અંગે તેમને પૂછવામાં આવેલા એક પ્રશ્ર્નમાં કહેલું કે, ના, હું કોરોના વાયરસથી ડરતી નથી. કારણ કે મને મોતની જ બીક નથી. હું તો ખુશ થઈશ કે મર્યા બાદ હું મારા મોટાભાઈ, દાદા, દાદીને મળી શકીશ.