Abtak Media Google News

પબજી જેવી ગેઇમ કુમળા માનસ-યુવાધન ઉપર ગંભીર અસર પાડવાની સાથે પુષ્કળ હુંડીયામણ પણ જાય છે ઘસડી

દેશમાં વિદેશી એપ્લીકેશનોના કારણે લોકોનો ડેટાનો ગેરઉપયોગ થતો હોવાનું અનેક વખત સામે આવ્યું છે. આ ઉપરાંત પબજી જેવી હિંસક ગેમના કારણે કુમળા માણસ-યુવાધનની માનસીકતા ઉપર ખરાબ અસર પણ પડતી હોય છે. અધુરામાં પૂરું આવી એપ્લીકેશન દેશનું અબજો રૂપિયાનું હુંડીયામણ પણ વિદેશમાં ઢસડી જાય છે. જેથી મોદી સરકારે તબક્કાવાર ચાઈનીઝ સહિતની એપ્લીકેશનો ઉપર લગામ કસવાની તૈયારી કરી છે. જેના અનુસંધાને વધુ ૧૧૮ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ લદાઈ ચૂકયો છે.

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પબજી સહિત ૧૧૮ ચાઈનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સેક્શન ૬૯ એ હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. અનેક ફરિયાદો મળ્યા બાદ મંત્રાલયે પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય લીધો છે. આ એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે તેવું જાણવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારત સરકારે અગાઉ પણ તબક્કાવાર ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુખ્ય હતા. ચીન સાથે બગડતા સબંધો અને દેશની સુરક્ષા ઉપર ખતરાના કારણે આ એપ્લીકેશન બંધ કરવામાં આવે છે.

સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ફરી એકવાર ચાઈનિઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે પબ્જી સહિત ૧૧૮ ચાઈનિઝ મોબાઈલ એપ્લિકેશન પર આઈટી મંત્રાલયે પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવાયો હતો. હાલમાં જ સરકારે પહેલા ૫૯ એપ પર પ્રતિબંધ લાદ્યો હતો જેમાં ટીકટોક પણ સામેલ હતું. બાદમાં વધુ ૪૭ એપ પર પ્રતિબંધ મુક્યો હતો. જ્યારે આજે ફરી સરકાર તરફથી પબ્જી સહિત ૧૧૮ એપ પર પ્રતિબંધ મુક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.