પદાધિકારીઓએ પણ ઉપાડયા સાવરણા: વન-ડે, થ્રી વોર્ડ સ્વચ્છતા-આરોગ્ય ઝુંબેશનો આરંભ

પ્રધાનમંત્રી દ્વારા દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન-ડે, થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શ‚ કરવામાં આવેલ છે. આજે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૪ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૨માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તેમજ વિવિધ કમિટીના ચેરમેન, કોપોરેટર, સ્થાનિક અગ્રણીઓ વિગેરે અલગ-અલગ વોર્ડમાં ‚બ‚ મુલાકાત લઈ, થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વોર્ડ નં.૧માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં લતા અને વિસ્તારની સંખ્યા ૧૩૪, સફાઈ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા ૬, સફાઈ કરાવેલ કુલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા ૧૨, સફાઈ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૩, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ ઘરોની સંખ્યા ૧૨૧૭૫, મીની ટીપર વાહન મારફત કલેકશન કરવામાં આવેલ કુલ કચરો ૨૧ ટન, જેસીબી મારફત અંદાજીત નિકાલ કરાવેલ કુલ કચરો ૨૬ ટન, કુલ જેસીબી ૦૪, કુલ ડમ્પરના ફેરા ૮, કુલ ટ્રેકટરના ફેરા ૬, કયુ આર.ટી.કારગો ટીમ ફેરા ૨, ચુનો, મેલેથીઓન પાવડરનો કરેલ છંટકાવ ૪૩ બેગ, સફાઈ કરાવેલ માર્કેટ/ હોકર્સ ઝોન ૩, સફાઈ કરાવેલ કુલ ટવીન બીન ૧૧, એસીડ ફીનાઈલ દ્વારા સફાઈ કરેલ કુલ યુરીનલ-૦૨ (પ્રેસર જેટ મશીન દ્વારા) કામગીરી કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૨માં સઘન સ્વચ્છતા ઝુંબેશમાં ગોકળીયુ મફતીયું અને ભોમેશ્વર પ્લોટ ૧૧ થી ૧૫, ભોમેશ્વર વાડી, વોકળા કાંઠાવાળુ ભરવાડીયુ મફતીયું, છોટુનગર મફતીયાપ‚ શેરી નં.૧ થી ૫ જુની આંગણવાડી પાસેનો વિસ્તાર, પોલીસ હેડ કવાર્ટર, ડોગ સ્કોડ ઓફિસ પાછળના ત્રણ માળીયાબ્લોક અને ચાલીસીકવા સામેના બ્લોક, શ્રીજીનગર સોસા-૧ થી ૭ વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજે વોર્ડ નં.૨માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઈ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૨૧૭, સફાઈ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૩, ચુનો/મેલેથીઓન પાવડરનો કરેલ છંટકાવ ૫૯ બેગ, ટીપર વાહનની ટ્રીપની સંખ્યા ૧૬, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા ૪, સફાઈ કરાવેલ કુલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા ૧૫, ઉપયોગમાં લીધેલ કુલ જેસીબી ૩, સફાઈ કરાવેલ વોકળાની સંખ્યા ૨, કુલ ટ્રેકટરના ફેરા ૪ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૨૮ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ હતો.

વોર્ડ નં.૪માં સઘન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત અન્ય શાખાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી. જેમાં રામપાર્ક-૧ થી ૪, કબીરધામ, અભિરામ પાર્ક, ઉત્સવ સોસા, મધુવન પાર્ક, ઈન્દ્રપ્રસ્થ-૨ શેરી નં.૧ થી ૪, જમના પાર્ક ૧ થી ૩, તીરૂપતી પાર્ક, ગાયત્રી પાર્ક, સરદાર પાર્ક, ગણેશ પાર્ક વિગેરે વિસ્તાર આવરી લેવામાં આવી હતી.

વોર્ડ નં.૪માં સફાઈ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા-૩૨૦, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૩, ૬ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા ૧૬, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા ૪૩ થેલી, ખુલ્લા પ્લોટની સફાઈ ૮, ટીપરવાનની ટ્રીપની સંખ્યા ૩૪, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા ૨, ઉપયોગમાં લીધેલ જેસીબીની સંખ્યા ૨, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા ૧, ટ્રેકટરના ફેરાની સંખ્યા ૯ દ્વારા કુલ ૬૩ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો.

વન-ડે, થ્રી વોર્ડ કાર્યક્રમ અન્વયે આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં.૧,૨ અને ૪માં નીચે મુજબની કામગીરી કરવા આવેલ. ઘરે-ઘરે ટાંકા-પીપ, અન્ય પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છરના પોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યા અથવા તો દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવામાં આવેલ.

આ પોરાનાશક કામગીરી હેઠળ વોર્ડ નં.૧માં અક્ષરનગર શેરી નં.૧ થી ૬ અને પેટા શેરી તથા મેઈન રોડ, સતાધાર પાર્ક શેરી નં.૪,૫ અને પેટા શેરીઓ, શિવમ પાર્ક મેઈન રોડ અને તેની પેટા શેરી, ન્યુ મહાવીરનગર-૧,૨, વોર્ડ નં.૨માં ગોકળીયુ મફતીયું અને ભોમેશ્વર પ્લોટ ૧૧ થી ૧૫, ભોમેશ્વર વાડી, વોકળાકાંઠાવાળુ ભરવાડીયું મફતીયું, છોટુનગર મફતીયાપરુ શેરી નં.૧ થી ૫ જુની આંગણવાડી પાસેનો વિસ્તાર, પોલીસ હેડ કવા.ડોગસ્કોડ ઓફિસ પાછળના ત્રણ માળીયા બ્લોક અને ચાલીસીકવા સામેના બ્લોક, શ્રીજીનગર સોસા. ૧ થી ૭ તથા વોર્ડ નં.૪માં રામપાર્ક ૧ થી ૪, કબીરધામ, અભિરામ પાર્ક, ઉત્સવ સોસા, મધુવન પાર્ક, ઈન્દ્રપ્રસ્થ-૨ શેરી નં.૧ થી ૪, જમના પાર્ક-૧ થી ૩, તીરૂપતીપાર્ક, ગાયત્રી પાર્ક, સરદાર પાર્ક, ગણેશ પાર્ક વગેરે વિસ્તાર આવરી લેવામાં આવેલ.

પુખ્ત મચ્છરના નાશ માટે ઉકત વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ તથા પત્રિકા વિતરણના માધ્યમથી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ. જેમાં ટાંકામાં દવા છંટકાવની કામગીરી હેઠળ તપાસેલ ઘર ૧૭૯૫ ઘરો, ફોગીંગ કામગીરી હેઠળ આવરી લીધેલ ઘર ૧૦૮૧, પોરાભક્ષક માછલી વિતરણ કરેલ ટાંકાની સંખ્યા ૫૩ ટાંકાપીપ, પત્રિકા વિતરણ ૨૬૨૦ પત્રિકા વિતરણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.