શૌચાલય સારૂ છે કે ખરાબ લોકો રિપોર્ટ આપી શકશે
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સ્વચ્છ ભારતની ભેટ આપવા માટે દેશભરમાં સ્વચ્છ ભારત મિશન શરૂ કરેલ છે. જેના ભાગરૂપે ગુજરાત રાજયને ખૂલ્લામાં શૌચક્રિયાથી મૂકત કરવા માટે ભારત સરકારનાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ઓપન ડેફીકેશન ફી ગુજરાત માટેની ગાઈડ લાઈન્સ આપવામાં આવેલ છે.
હાલમાં રાજકોટ શહેરમાં ૮૫ પે એન્ડ યુઝ ટોયલેટ, ૬૮ કોમ્યુનિટી ટોયલેટ મળીને કુલ ૧૫૩ ટોયલેટ આવેલ છે. ભારત સરકાર પત્રથી પે અનેડ યુઝ ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સ્વચ્છતાનું મોનીટરીંગ અમલીકરણ કરવાનું જણાવેલ છે અને આ માટે ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ દ્વારા નિયુકત કરેલ છે.
સ્વચ્છતા અંગેના ફીડબેક માટે રાજકોટ શહેરના કુલ ૧૧૭ કોમ્પ્યુનીટી ટોયલેટ તથા પે એન્ડ યુઝ ટોયલેટમાં મોનીટરીંગ ડીવાઈસ લગાવવામાં આવેલ છે. આ મશીનમાં લીલી લાલ અને પીળા રંગના બટનો આપવામાં આવેલ છે. જેના દ્વારા ટોયલેટના ઉપયોગ કરનાર નાગરીક પોતાનો ફીટબેંક આ મશીનમાં આપી શકે છે. તેમજ આ નાગરીકોના ફીટબેકની સ્થિતિનો રીપોર્ટ મેળવી શકાય છે. તેમજ હાલ રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નર દ્વારા સ્વચ્છતા અંગેના ફીડબેંક માટે વધારાના કુલ ૨૫ કોમ્પ્યુનીટી ટોયલેટ તથા પે એન્ડ યુઝ ટોયલેટમાં મોનીટરીંગ ડીવાઈસ લગાવવા માટે મંજૂરી આપેલ છે.