રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત ૫૯૧ આવાસ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ તથા વર્ષ ૨૦૧૭-૧૮ એમ કુલ બે વર્ષનો લક્ષ્યાંક બુલ ૯૬૯ ફાળવવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત એપ્રિલ – ૨૦૧૮ જે પૈકી ૮૭૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તો, ૬૭૨ લાભાર્થીઓને બીજો હપ્તો અને ૪૨૭ લાભાર્થીઓને ત્રીજો હપ્તો આપવામાં આવેલ છે. ચોથો હપ્તો ૨૦૬ લાભાર્થીઓને અને ૫૯૧ લાભાર્થીઓના આવાસના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત ૫૬૬ આવાસ પૂર્ણ
રાજકોટ જિલ્લામાં ઈન્દીરા આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ડીસેમ્બર અંતર્ગત રૂ.૧૧૦.૨૨ લાખનો ખર્ચ થયેલ છે. સ્પિલ ઓવરના ૧૧૯૩ આવાસો છે. આ પૈકી એપ્રિલ -૨૦૧૮ અંતર્ગત પૂર્ણ થયેલા ૫૬૬ આવાસો છે.