મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત રાજયકક્ષાના કૃષિ કલ્યાણ કાર્યક્રમમાંથી રાજયભરના ૨૪૮ તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિને સેટકોમ – માધ્યમથી સંબોધન કર્યું હતું.
તેમણે સુશાસન દિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ સમારોહમાં રાજય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણના અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ સહાય, જિવામૃત બનાવવા કીટ સહાય, નાના-છૂટક વેપારીઓના માલનો બગાડ અટકાવવા છત્રી વિતરણ, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની વાડ યોજનાની સબસિડી અને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય લક્ષની સહાય પ્રતિકરૂપે લાભાર્થીઓને આર્પણ કરી હતી.
૧૦ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાની યોજના અન્વયે ૫૧ મોબાઇલ ડિસ્પેન્સરી વાન અને કિસાન પરિવહન યોજનામાં ૫૧ નાના ગુડઝ કરેજ વાનને મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજયભરમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કૃષિ કલ્યાણ કાર્યક્રમ અન્વયે એક જ દિવસમાં સમગ્રતયા ૧૧૨૦.૭૨ કરોડની સહાય-સાધન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભાજપાની સરકારે બે – અઢી દાયકાથી કૃષિ ક્રાંતિની આગવી કેડી કંડારી
મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ થી ધરતીપુત્રો, વંચિતો, પીડિતો, શોષિતોને પોતીકી સરકારની અનુભૂતિ થાય તેવા સર્વગ્રાહી કલ્યાણ કાર્યો કે જ સરકારે ઉપાડ્યા છે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપાની સરકારે બે – અઢી દાયકાથી કૃષિ ક્રાંતિની આગવી કેડી કંડારી છે. કૃષિ આધારિત નિતીઓ બનાવીને કિસાન કલ્યાણનો યજ્ઞ આદર્યો છે.
સાત-સાત વર્ષથી નર્મદા ડેમના દરવાજા ફિટ કરવાની મંજૂરી ના આપી ?
મુખ્યમંત્રીએ ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ ખેડૂતાને પાણી, વીજળી, બિયારણથી વંચિત રાખી જગતનો તાત રૂએ દિન રાત જેવી હાલત કરી નાંખી હતી. તેની દુઃખદ સ્થિતિની વાસ્તવિકતા વર્ણવી હતી.
વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને પ્રયાસોથી નર્મદા યોજના સાકાર થવાથી છેક કચ્છ, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દૂર સુધીના ગામોમાં ખેતી, સિંચાઇ, પીવાનું પાણી પહોચ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કિસાન આંદોલનના નામે મગરના આંસુ સારવા નીકળેલા પક્ષોને સવાલ કર્યો કે, ખેડૂત અને ગુજરાતનું હિત જો તેમનામાં હતું તો કેમ સાત-સાત વર્ષથી નર્મદા ડેમના દરવાજા ફિટ કરવાની મંજૂરી ના આપી ?
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીજીની સરકાર બની તેના માત્ર ૧૭ જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની પરવાનગી મળી ગઇ. કોંગ્રેસના શાસનોમાં સાત-સાત વર્ષ્ કેમ ગુજરાતના ખેડૂતને હેરાન-પરેશાન, બરબાદ કર્યો તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
નેવાના પાણી મોભે ચઠાવ્યા
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની ભાજપા સરકારે તો ઉત્તર ગુજરાતમાં સુજલામૂ- સુફલામૂ યોજના, સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી ૧૧૫ જળાશયોમાં નર્મદા જળથી ભરવાનું અભિયાન આદર્યું છે. ૭૦૦ કિ.મી. સુધી નર્મદાના નીર પહોંચાડી નેવાના પાણી મોભે ચઠાવ્યા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સૌની યોજનાને અને પાઇપ લાઇનથી નર્મદાના પાણી આપવાની વાતને મૂંગેરી લાલ કે સપને અને પાઇપ માંથી હવા નીકળશે પાણી નહિ, તેવું કહેનારા લોકોની જ આજે હવા નીકળી ગઇ છે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે, રાજયમાં હર હાથ કો કામ હર ખેત કો પાની ના મંત્રને સાકાર કરે છે.
રાજયના ખેડૂતને પુરતું પાણી, બિયારણ, ખાતર અને વીજળી આપીને જગત આખાની ભૂખ ભાંગવા સક્ષમ બનાવ્યો છે. તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવા જવું ન પડે તે માટે કિસાન સૂયોદય યોજના શરુ કરી છે.
રાજકીય અસ્તિત્વ જોખમાતું લાગ્યું એટલે કૃષિ કાયદાનો વિરોધ
કિસાન સૂર્યોદય યોજનામાં ૧૦૫૫ ગામોમાં ખેડૂતોને અત્યારે દિવસે વીજળી આપી છીએ. આગામી ૩ વર્ષમાં બધા જ ગામોને આવરી લેવાનો લક્ષ્ય છે. કિસાન દિવસે કામ રાત્રે વિશ્રામ કરે તેવી સ્થિતિ આપણે ઉભી કરવી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ પ્રર્વતમાન કિસાન આંદોલનમાં કૂદી પડેલા રાજકીય પક્ષો પ્રત્યે ટિપ્પણી કરતાં ઉમર્યું કે, દેશના ઇતિહાસમાં આવા ક્રાંતિકારી કૃષિ સુધારા નરેન્દ્રભાઇ મોદી સરકારે કર્યા તેમાં પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમાતું લાગ્યું એટલે વિરોધ કરવા નીકળ્યા છે.
તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, સરકારે આંદોલનમાં જોડાયેલા પક્ષાએ ભૂતકાળમાં તેમના શાસનમાં ટેકાના ભાવે ખરીદી જ નહતી કરી.
ગુજરાતમાં આ સરકારે ૧૫ હજાર કરોડથી વધુની MSP ખરીદી કરી
ગુજરાતમાં આ સરકારે ૧૫ હજાર કરોડથી વધુની MSP ખરીદી કરી છે. એટલું જ નહિ, માવઠા, વાવાઝોડા, કમોસમી વરસાદની સ્થિતીમાં કિસાનની ઉપજના નુકશાન સામે ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગરીબ ખેડૂતોને પાક વીમાના પ્રિમીયમ ન ભરવા પડે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરુ કરી બધું જ પ્રિમીયમ સરકાર આપે છે.
તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અન્વયે દરેક ખેડૂત પરિવારના ખાતામાં રૂ બે હજારની સીધી બેંક ખાતામાં સહાય અન્વયે સુશાસન દિવસે એક જ દિવસમાં ગુજરાતના ૫૧.૩૪ લાખ ખેડૂતોને ૧૦૨૭ કરોડ પ્રધાનમંત્રીશ્રીએ આપીને તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
પ્રધાનમંત્રીનરેન્દ્રભાઇ મોદીએ દેશભરના કિસાનોને નવી દિલ્હીથી કરેલા વિડીયો સંબોધનનું પ્રસારણ મહાત્મા મંદિરના મુખ્ય કાર્યક્રમ સહિત રાજયમાં ૨૪૮ સ્થળોએ ઉપસ્થિત સૌ એ નિહાળ્યું હતું.