કેશોદના સોનલધામ મઢડા મુકામે સમુહલગ્ન યોજાયા હતા. આ કાર્યક્રમ સંતો કવિઓ, કલાકારો તથા જાનૈયા માનૈયા સહિતનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. કેશોદ તાલુકાના મઢડા આઈ માં સોનલના પાવનધામ સોનલધામ મઢડા મુકામે રાત્રીના સમુહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં ૧૧૫ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડયા છે. સમુહલગ્નમાં સંતો કવિઓ તથા મહાનુભાવોના સન્માન બાદ સમુહલગ્ન હસ્ત મેળાપ અને રાત્રીના ભવ્ય સંતવાણી યોજાઈ હતી.

ધ ભજનાનંદી ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય ચારણ શકિત દર્શન અંતર્ગત અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તેર તાંહળીનું સ્નેહમિલન બીજા અર્થમાં કહીએ તો આઈમાંના બાળકોનો મઢડા ટીંબે મેળો યોજાયો હતો. તેર તાંહળીની ૧૧૫ દિકરીઓના સમુહ લગ્ન પ્રસંગે પ્રજવલિત જયોતિ સમાન સર્વે ચારણ આઈયુની વિશેષ હાજરી રહી ચારણ કવિઓ ચારણ સમાજ તથા અન્ય સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહી સમુહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા માંડતા નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે સભામાં ઉપસ્થિત અનેક આઈ માઓ તેમજ સાધુ સંતો તેમજ આ તકે ભાવેશબાપુ સહિતના વકતાઓએ સોનલ આઈમાના ધામમાં આઈશ્રી બનૂ આમના સાનિઘ્યમાં ૧૧૫ દિકરીઓના લગ્નમાં ૧૫ થી ૨૦ હજાર જનમેદની ઉપસ્થિત રહે તે પણ આઈમાના આશીર્વાદ જ ગણી શકાય તેમ વકતાઓએ જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.