અનેકવાર નોટિસો છતાં રકમ ચુકવવામાં કરાતાં ઠાગાઠૈયા

આ અંગેની વધુ વિગત એવી છેકે,સુરેન્દ્રનગર જીલ્લાની 6 નગરપાલીકાઓ સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી નગરપાલીકાઓનાં વોટરવર્કસ અને સ્ટ્રીટલાઈટ વિજકનેક્શનોને લગતા પશ્ચીમ ગુજરાત વિજકંપની લીનાં રૂૂા. 11430 લાખ બાકી બિલ પેટે લેણા નીકળે છે. પોતાનાં પાણીવેરા, હાઉસટેક્ષ, જેવા વિવિધ કરો માટે રીક્ષામાં લાઉડ સ્પીકર બાંધી કડક ઉઘરાણી કરતી નગરપાલીકાઓ ખુદ પોતાને ચુકવવાનાં થતા વિજકનેક્શનોનાં બાકી બિલ ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોય છે.

નગરપાલીકાઓને પ.ગુ. વિજકંપની દ્વારા વોટરવર્કસ, સ્ટ્રીટલાઈટોનાં વિજકનેક્શનો આપવામાં આવ્યા હોય છે. નગરપાલીકા તેમાંથી વિજ વપરાશ કરે છે. અને પાણી કર સહીતનાં ટેક્ષ શહેરીજનો પાસેથી વસુલે છે. પરંતુ નગરપાલીકા પોતે વિજકંપનીને વિજબિલ ચુકવવામાં લાપરવાહી દાખવે છે.

પરિણામે જીલ્લાની છ નગરપાલીકાનાં રૂૂા. 11430 લાખ ચડી ગયા છે. સુરેન્દ્રનગર નગરપાલીકાનાં વોર્ટરવર્કસનાં રૂૂા. 3092.60લાખ અને સ્ટ્રીટલાઈટનાં 2722.08 લાખ મળી કુલ રૂૂા. 5815.22 લાખ બાકી હોવાનું જાણવા મળેલ છે. થાનગઢ નગરપાલીકાનાં વોટરવર્કસનાં 695.77 લાખ અને સ્ટ્રીટલાઈટનાં 173.08 લાખ મળી કુલ રૂૂા. 868.64 લાખ રૂૂા. ચોટીલા નગરપાલીકાનાં વોટરવર્કસનાં 1151.04 લાખ અને સ્ટ્રીટલાઈટનાં 126 લાખ રૂૂા. મળી કુલ રૂૂા. 1277.04 લાખ, લીંબડી નગરપાલીકાનાં વોટર વોટરવર્કસ નાં રૂૂા.371.75 લાખ અને સ્ટ્રીટલાઈટનાં 145.61 લાખ મળી 517.36 લાખ, ધ્રાંગધ્રા નગરપાલીકાનાં વોટરવર્કરનાં રૂૂા.2208.84 લાખ અને પાટડી નગરપાલીકાનાં 742.96 લાખ રૂૂા. વોટરંવર્કસના બાકી નીકળે છે.

પ.ગુ. વિજકંપની દ્વારા આ બાકી લેણા ભરવા માટે 24 કલાકની નોટીસ આપવામાં આવે છે. અને જેતે નગરપાલીકા વિજબિલ ભરવામાં ચોક્સાઈ ન રાખે તો વિજકનેક્શન કટ કરવામાં આવે છે. અને વિજબિલ ભરાઈ એટલે તુરંત પુન: વિજજોડાણ કરાય છે. જોકે, આ કાર્યવાહીમાં પ્રજાહિતના કામ રોકી ન શકાય તેવો સરકારી સરક્યુલર હોવાથી ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.