રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૭૬૫ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવતા લોક ડાઉનના આજે ૩૬માં દિવસે લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૧૧૨૯ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રલ, મોરબી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૭૬૫ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ભૂતખાના ચોક, ખડકીનાકા, પેલેસ રોડ અને ઉદ્યોગનગર પાસેથી ૫ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પાંજરાપોળ, પટેલવાડી, સેટેલાઇટ ચોક, સંત કબીર રોડ અને પાલ ગાર્ડન પાસેથી ૧૧ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ગંજીવાડા, ધરારનગર, મયુરનગર અને દુધ સાગર રોડ પાસેથી ૬ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. હશનશાપીરની દરગાહ, તવકલ ચોક અને હરી ધવા મેઇન રોડ પાસેથી ૬ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. કુવાડવા ગામ, આઇઓસી પ્લાન્ટ, સાત હનુમાન મંદિર અને નવાગામ બસ સ્ટેશન પાસેથી ૩૨ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા મેઇન રોડ, કોઠારિયા ગામ, ઢોલરા પાટીયું અને રામપાર્ક પાસેથી ૧૩ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. નવલનગર, મેરી ગોલ્ડ સોસાયટી, અતિથી ચોક અને આનંદ બંગલા ચોક, પાસેથી ૬ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. સાધુવાસવાણી કુંજ, પોપટપરા, જંકશન, પારસી અગીયારી ચોક અને રેસકોર્ષ પાર્ક પાસેથી ૧૦ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ અને નાગેશ્ર્વર મેઇન રોડ ૪ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. કટારીયા ચોકડી અને વૃંદાવન સોસાયટી પાસેથી ૭ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. સાધુવાસવાણી રોડ, શિતલ પાર્ક ચોકડી, ભગતસિંહ ગાર્ડન, એજી ચોક, બાપાસિતારામ ચોક, રૈયાધાર, સિહાર સ્કૂલ, પરિમલ સોસાયટી, પંચાયત ચોક અને જનકપુરી પાસેથી ૨૦ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૧૧ પોલીસ મથકના સ્ટાફે ૪૭૦ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૩, લોધિકા ૧૮, ધોરાજીમાં ૭, જામકંડોરણા ૫, જેતપુરમાં ૫૦, વિરપુર ૫, પડધરી ૧૨, ગોંડલમાં ૪૦, ઉપલેટામાં ૪૦, ભાયાવદરમાં ૧૬, પાટણવાવ ૪, જસદણમાં ૧૧, ભાડલામાં ૧૧, વિછીયા ૧૦, આટકોટમાં ૧૮ અને શાપરમાં ૩૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૪૨, દેવભૂમિ દ્વારકામાં ૫૦, ગીર સોમનાથમાં ૮૭, પોરબંદર ૯૬, મોરબીમાં ૧૧૨, અમરેલી ૧૪૨, સુરેન્દ્રનગર ૪૭, જૂનાગઢમાં ૧૫૨, જામનગર, ૬૮ અને ભાવનગર ૮૧ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૭૬૫ વાહન ડીટેઇન કર્યા છે.