- કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજયના 17 સહિત દેશના 1132 સુરક્ષા કર્મીઓની સેવા મેડલ માટે પસંદગી
- અમદાવાદ રેન્જ પ્રેમવીરસિંઘ, અમદાવાદ શહેરના ટ્રાફીક અધિક કમિશનર નરેન્દ્ર ચૌધરી સહિત અધિકારી પસંદગી પામ્યા
75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવા ચંદ્રકોની જાહેરાત કરી હતી. જેમાં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર અનુસાર, 1,132 સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે.ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. તેઓ ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ સર્વિસના છે.ભારતના 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારક સેવાના કુલ 1,132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
277 શૌર્ય ચંદ્રકોમાંથી, ઉંઊં પોલીસનાં 72 કર્મચારીઓ, મહારાષ્ટ્રના 18 કર્મચારીઓ, છત્તીસગઢના 26 કર્મચારીઓ, ઝારખંડના 23 જવાનો, ઓડિશાના 15 જવાનો, દિલ્હીના 8 કર્મચારીઓ, ઈછઙઋના 65 જવાનો, જજઇના 21 જવાનોને એનાયત કરવામાં આવ્યા છે. અને બાકીના અન્ય રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે.મેરીટોરીયસ સર્વિસ (ખજખ) માટેના 753 મેડલમાંથી 667 પોલીસ સેવા, 32 ફાયર સર્વિસ, 27 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવા અને 27 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટેના 102 રાષ્ટ્રપતિ ચંદ્રક (ઙજખ)માંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને એનાયત કરવામાં આવ્યા છે.ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં રોકાયેલા 119 પોલીસ કર્મચારીઓ, 133 જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત અને અન્ય પ્રદેશોમાં તૈનાત 25 જવાનોને આ વર્ષે આર-ડેની પૂર્વસંધ્યાએ તેમની બહાદુરીપૂર્ણ કાર્યવાહી માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- બે વિશિષ્ટ સેવા બદલ અને 1પ પ્રસંશનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થશે
- ડિસિપ્લીન ફોર્સમાં ફરજ દરમિયાન કરેલી પ્રશંસનીય કામગીરીને ધ્યાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના બે પોલીસ પ્રેસિડેન્ટ મેડલ માટે
શશીભૂષણ કેશવપ્રસાદ શાહ (ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ)પ્રદીપ શશીકાંત મોઘે (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરઅધિકારી) અને 15 પોલીસકર્મીઓએ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે જેમાં અમદાવાદ રેન્જના પ્રેમવીરસિંગ,અમદાવાદ શહેર ટ્રાફિકના એડી.કમિશનર નરેન્દ્ર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટ, ડીવાય,એસપી ભગીરથસિંહ ગોહિલ,ઙજઈં કમલેશભાઈ ચાવડા, યોગેન્દ્રસિંહ ચાવડા,શૈલેષ કુમાર પટેલ, પી.એસ.આઇ. જાલુભાઈ દેસાઈ,જયેશભાઈ પટેલ,દિલીપસિંહ ઠાકોર,અલતાફ પઠાણ,શૈલેષકુમાર દુબે,હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયા અને અભેસિંહભાઈ રાઠવા
ડી.વાય.એસ.પી. ભગીરથસિંહ ગોહિલ પ્રેસિડેન્ટ એવોર્ડ માટે પસંદગી પામ્યા
મોરના ઇંડા ચીતરવા ન પડે તેમ નિવૃત પી.આઇ. તેના પિતા વી.વી. ગોહિલના પુત્રની કામગીરીથી પોલીસ બેડામાં ખુશીનો માહોલ
શિહોર તાલુકાના ભડલી ગામના વતની અને રાજકોટ ખાતે રહેતા નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ ગોહિલ ના પુત્ર ભગીરથસિંહ ગોહિલની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામ્યા પોલીસ બેડામાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. વધુ વિગત મુજબ વર્ષ 2002.માં પી.એસ આઈ. તરીકે ભગીરથસિંહ ગોહિલ પસંદગી પામ્યા બાદ પ્રથમ પોસ્ટીંગ રાષ્ટ્રપતિ નવસારી બાદ જૂનાગઢ ખાતે ફરજ બજાવેલ હતી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા સુરત અને પંચમહાલ (એલસીબી) અમદાવાદ (ક્રાઈમ)માં પ્રશંશનીય ફરજ બજાવી હતી બાદમાં ડીવાઈએસપી તરીકે બઢતી મળતા ડાંગ(આહવા),અમદાવાદ (ક્રાઈમ) અને હાલ જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે.
ભગીરથસિંહ ગોહિલે ફરજ દરમ્યાન અનેક ઉકેલ હત્યા ચોરી લૂંટ અપહરણ અને ધાર સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી ઉચ્ચ અધિકારીઓને ગુડ બુકમાં સ્થાન પામ્યા હતા.પ્રમાણિક , બાહોશ અને કડક અધિકારીની છાપથી ગુનેગારો ડરતા હતા.રાષ્ટ્રપતિ એવોર્ડ તરીકે પસંદગી પામતા ભગીરથસિંહ ગોહિલને ઉચ્ચ અધિકારીઓ,સ્ટાફ અને સગાસંબંધી તેમજ ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવા આવી રહી છે