કીડી કોષનો ડામ ખમી શકે ?
132 કરોડ રૂપિયાનો કથિત વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ : વર્ષ 2019માં પણ આઇટીએ 3.49 કારોડની પેનલ્ટી નોટિસ ફટકારી હતી.
કીડી કોઈ દિવસ કોષનો ડામ ન ખમી શકે. ત્યારે એવીજ એક ઘટના સામે આવી જેમાં આવકવેરા વિભાગની ફેસલેસ સ્કીમે માસિક 58 હજાર કમાતા મધ્યપ્રદેશના યુવકને 113 કરોડ લેણાની વસુલાત માટે નોટિસ ફટકારી છે. આ પૂર્વે રવિ ગુપ્તા નામના યુવકને વર્ષ 2019માં પણ 3.49 કરોડની પેનલ્ટી નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ યુવકે ઇડી અને સીબીઆઈને ફરિયાદ પણ કરી હતી. જેનો હજુ કોઈ જવાબ કે પ્રતિક્રિયા આવી નથી. જે નોટિસ ફટકારવામાં આવી છે તે વર્ષ 2011-12 થી કરેલા 132 કરોડના કથિત નાણાકીય વ્યવહાર પર પેનલ્ટી ફટકારી છે.
રવિ ગુપ્તા નામના યુવકે પીએમ ઓફિસમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં યુવા કે જણાવ્યું હતું કે તે વર્ષ 2011-12 માં ઈન્દોરની બીપીઓ કંપનીમાં માસિક 7000 રૂપિયાની આવક ધરાવતો હતો અને આ અંગેની જાણ પ્રધાનમંત્રી કાર્યાલયને થતા જ આ ફરિયાદને નાણામંત્રાલય ને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારબાદ નાણામંત્રાલયે આ કિસ્સામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની મદદ લીધી હતી જેમાં યુવક રવિ ગુપ્તાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો છતાં પણ એપ્રિલ 28 ના રોજ પાછી નોટિસ મળી હતી.
યુવક રવિ ગુપ્તાએ જણાવ્યું કે ગત પાંચ વર્ષથી તે દરેક સેન્ટ્રલ એજન્સીમાં આ અંગે મદદની ગુહાર લગાવી રહ્યો છે જેથી તેનું નામ ક્લિયર થઈ શકે. પરંતુ કોઈપણ સેન્ટ્રલ એજન્સી દ્વારા યોગ્ય જવાબ ન મળવાના પગલે અને જે રીતે નોટિસ બજાવવામાં આવી રહી છે તે માનસિક ત્રાસ હોવાનું પણ જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે વર્ષ 2011 અને વર્ષ 2012 માટે તેમના બે સાથી કર્મચારીઓ કપિલ શુક્લા અને પ્રવીણ રાઠોડ ને પણ આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં પ્રવીણ રાઠોડના પાનકાર્ડ આધારિત બેંક ખાતુ ખોલવામાં આવેલું છે અને તેમાં 290 કરોડ ના નાણાકીય વ્યવહાર થયા હોવાનું પણ ખુલ્યું છે.
રવિ ગુપ્તાના નામે ડાયમંડ પંપ પણ ઊભી કરવામાં આવી છે જેમાં ત્રણ તબક્કે 95 કરોડ, 47 કરોડ અને 25 લાખના નાણાકીય વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું છે. રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પણ અપંગ યુવક કે જે નાની સ્ટેશનરીની દુકાન ચલાવી રહ્યો છે તેને પણ 12.2 કરોડ રૂપિયાની આવકવેરા વિભાગની નોટીસ ફટકારવામાં આવી છે.