પડધરીના ખજુરડી ગામે ૧૦૦ બોટલ દારૂ સાથે વાડી માલીક બેની ધરપકડ

રાજકોટ જીલ્લાના ગોંડલ અને પડધરીમાં વિદેશી દારૂના દરોડામાં ૧૨૨૬ બોટલ દારુ સાથે ત્રણની ધરપકડ કરી બે વાહનો મળી રૂ ૮.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ બુટલેગરો પર ધોંસ બોલાવ્યા આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના સ્ટાફ ગોંડલમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે જીજ ૦૪ એટી ૫૪૫૭  નંબરની બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારુ ભરીને શહેરમાં આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફ ગુંદાળા ચોકડી નજીક વોચ દરમિયાન નીકળેલી બોલરો ને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક બોલેરો લઇને નાશી છુટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા પીકઅપ વાન મુકી નાશી છુટયો હતો.

પોલીસે બોલેરો પીકઅપ વાનમાં તલાસી લેતા રૂ ૩.૮૧ લાખની કિંમતની ૧૧૨૬ બોટલ દારુ સાથે હરભોલે સોસાયટીમાં રહેતા અરુણ

પરમારની ધરપકડ કરી રૂ ૬.૮૫ લાખનો મુદામાલ કબજે કરી બોલેરો ના ચાલક અને કિર્તીરાજસિંહને ઝડપી લેવા પીએસઆઇ બી.એલ.ઝાલા સહીતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતો ચંપક ઉર્ફે દિગો ભોલા ચેકરીયા નામના શખ્સની વાડીમાં વિદેશી દારુનો જથ્થો ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રૂ ૩૦ હજારની કિંમતની ૧૦૦ બોટલ દારુ સાથે વાડી માલીક મજબુતસિંહ મુળજીતસિંહ જાડેજાની ધરપકડ કરી દારુ મોબાઇલ અને કાર મળી રૂ ૧.૩૨ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.