જામનગર-કાલાવડ રોડ પર આવેલા સપડા ગામ નજીક ઉચાં ટેકરા પર બિરાજમાન શ્રી સિદ્ધીવિનાયક દાદાનો ગણેશ ચતુર્થી મહોત્સવ આજે સવારથી ભવ્ય ધામધૂમ સાથે શરૂ થયો હતો. અને આજે રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહંતશ્રી મિલનગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ દર વર્ષે ગણેશ ચતુર્થીના તહેવાર પર સમગ્ર સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ એવા આ સિદ્ધિ વિનાયક મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહે છે. અને ધર્મલાભ પ્રાપ્ત કરે છે.

સવારે 6 કલાકે મહાઆરતી પછી ઘ્વજદંડ વિધિ, મહાયજ્ઞ, મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી જેવા કાર્યક્રમની સરવાણી

સપડાના ગણપતિમાં માત્ર ખેડુતોની મનોકામના ગણેશજી પુર્ણ કરે તેવુ નથી. માન્યતા છે કે અહી ગણપતિબાપાની સાથે તેમનો મુસક પણ ભકતોની વાત સાંભળે છે,અને તેમની મનોકામના પુર્ણ કરે છે. જામનગર નજીક આવેલા સપડામાં સુપ્રસિધ્ધ સિધ્ધી વિનાયક મંદિર આવેલુ છે. જયાં રજાના દિવસોમાં તેમજ ખાસ ગણેશ ચર્તુર્થીના દિવસે મોટી સંખ્યામાં ભકતો આવે છે. અને દર્શન માત્રથી ધન્યતાની અનુભુતિ કરે છે.

11111 modaks will be offered a grand thal to Ganesha today at Sapda Ganesh Mandir.
11111 modaks will be offered a grand thal to Ganesha today at Sapda Ganesh Mandir.

ગણેશજીના મંદિર તો અનેક છે. સામાન્ય રીતે ગણેશજીના દર્શન ડાબી સુંઢ સાથે થતા હોય,પરંતુ ખુબ ઓછા મંદિરમાં ગણેશના જમણી સુંઢવારા દર્શન થાય. જમણી સુંઢવાળા ગણેશજીને સિધ્ધી વિનાયકથી ઓળખવામાં આવે છે. જે મુખ્ય મંદિર મુંબઈનું સિધ્ધી વિનાયકનું છે. તો આવું એક સવિશેષ મંદિર જામનગરમાં આવેલું છે.

જામનગરથી આશરે 16 કિમી દુર કાલાવડ રોડ પર સપડામાં સિધ્ધી વિનાયકનું સુપ્રસિધ્ધ અને પ્રાચીન મંદિર આવેલું છે.  સપડાના ડુંગર પર સ્વભું સિધ્ધી વિનાયકની મુર્તિ અહીં બિરાજમાન છે. માન્યતા છે કે આશરે 500 વર્ષ પહેલા અહીં એક ગુર્જર સુતારના એક વ્યકિતને બાપા સપનામાં આવ્યા. અને કહ્યું કે ડુંગર નજીક આવેલી નદી. જે હાલ રૂૂપારેલ નદીથી ઓળખાય છે. તે નદીમાં છું. જેને કાઢીને ડુંગર પર લઈ જવા જણાવેલ. બાદમાં તેના બળદ લઈને મુર્તિ નદીમાં કાઢવામાં આવી. કહેવાય છે કે ટેકરી પર ગાડાથી બાપાની મુર્તિ સ્વભું અહી સ્થાપિત થયા છે.

11111 modaks will be offered a grand thal to Ganesha today at Sapda Ganesh Mandir.
11111 modaks will be offered a grand thal to Ganesha today at Sapda Ganesh Mandir.

જે પથ્થરનો ઉપયોગ કરીને વિશાળ ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી. 33 ફુટ ઉંચી અને 20 ફુટ પહોળી ગણેશની પ્રતિમા તૈયાર કરવામાં આવી. જેને તૈયાર કરવામાં આશરે ત્રણ વર્ષનો સમય લાગ્યા. આશરે 50 લાખના ખર્ચ આ મુર્તિને ટ્રસ્ટીઓ તેમજ શ્રધ્ધાળુઓના સહયોગથી તૈયાર કરવામાં આવી. જેમાં કુલ 17 ટ્રેકટર ભરીને માનતાના પથ્થરોથી આ વિશાળ પ્રતિભા તૈયાર કરવામાં આવી. ખેડુતો પોતાની માનતા પુર્ણ થયા બાદ આસ્થાથી માનતાના પથ્થરોને પરત મુકી જાય છે.તો મોટી સંખ્યામાં એકઠા થયેલા પથ્થરોને સાચવી શકાય, અને કોઈ તેને ફેંકે કે પગમાં ન આવે તેથી મંદિરના સંચાલકો માનતાના પથ્થરોનો ઉપયોગ કરીને વિશાળ પ્રતિમા તૈયાર કરી.

ગણેશજીની પ્રતિમા વિસર્જનમાં વ્યવસ્થા અને નિયમો પાલન કરવા આદેશ

જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિતે શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થાય છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના રોજ નકકી કરેલા રૂટ ઉપર વિસર્જન સરઘસ નીકાળીને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. આ મૂર્તિઓની બનાવટમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોવાથી નદી કે તળાવમાં રહેતા માછલીઓ જેવા પાણીજન્ય જીવો, પશુઓ તેમજ મનુષ્યોને પણ નુકસાન થાય છે.

જેથી ઉક્ત તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખતા, જિલ્લામાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે  ગણેશજીની મૂર્તિઓ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસ(પી.ઓ.પી.) તેમજ કેમિકલયુક્ત રંગોને કારણે પાણીજન્ય જીવો, પશુઓ તેમજ માનવજીવનને થતા નુકસાનને અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવું જરુરી જણાય છે.

એન્વાર્યન્મેન્ટ પ્રોટેક્શન એક્ટ-1986ની કલમ-5 મુજબ, રાજ્ય સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગની સૂચના મુજબ તથા ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી આપેલ આદેશ અનુસાર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં અત્રે જણાવ્યા મુજબના પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં પ્લાસ્ટર ઓફ પેરિસ તેમજ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહિ. મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવા નહીં. ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકશે નહિ.

મૂર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કુવા કે સમુદ્રમાં વિસર્જન થઇ શકશે નહિ. તેમજ પૂજન વિધિ કર્યા બાદ નદીઓ, તળાવો, સમુદ્રના કિનારે રાખવી નહીં કે પધરાવવી નહિ. તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહિ. આયોજકોએ બેઠકની ઊંચાઈ 12 ફૂટથી વધારે ઉંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહિ. તેમજ વિસર્જન સરઘસમાં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ 15 ફૂટથી વધારે રાખી શકશે નહિ.  ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તા.19 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બરના 24 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો અનાદર, ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

ભકતોની મનોકામના પુર્ણ થતા ગણેશજીના દર્શન માટે ભક્તો વારંવાર આસ્થાભેર દોડી આવે છે

પાંચ-છ સદીઓ પૂર્વેની લોક વાયકા મુજબ, જામનગર નજીકના સપડા ગામે રહેતા એક ગુર્જર સુથાર ખેડૂતના સપનામાં સંકટ મોચક ગણપતિ સપનામાં આવ્યા…..કહ્યું હું  અહીની નદીમાં ધરબાયેલ છું…મને બહાર કાઢો….હું ફૂલ સમો કોમળ છું…મારે પ્રસ્થાપિત થવું છે…..જન-જનના દુ:ખ દર્દ દુર કરવા છે…..ખેડૂતે ગામની નદીમાં ખોદકામ કર્યું…મૂર્તિ રુઓએ ગણપતિજી સાક્ષાત પ્રકટ થયા… આ દુંદાળાદેવને એક ગાડામાં બેસાડી ખેડૂત ચાલી નીકળ્યા…આજે જે ટેકરી પર દાદા બિરાજમાન છે ત્યાં ગાડું આપોઆપ ઉભું રહી ગયું.. જ્યાં દાદાને બિરાજમાન કરાયા…બસ ત્યારથી માંડી આજ દિવસ સુધીના સમયમાં સપડામાં સ્થાપિત થયેલા ગજાનન ભક્તો-ભાવિકગણના અંતર-આત્મામાં વસી ગયા છે.

સપડાના સિદ્ધિ વિનાયક જન જનના દુ:ખ દૂર કરે જ છે …પણ ખેડૂતોના ખેતરના પણ રખોપા કરે છે..એક માન્યતા એવી છે કે અહીં ટેકરીમાં વિદ્યમાન ગણપતિ  દેવ ખેડૂતોની પણ મદદ કરે છે… પાકનું રક્ષણ કરે છે…વર્ષો પૂર્વે અહીં ગામના એક ખેડૂતના ખેતરમાં ઉભા પાકમાં ઉંદર ખૂબ જ નુકસાન કરતા હતા…જેને લઈને ખેડૂતે ગાંપતિજીની માનતા કરી, અહીં ટેકરીમાંથી એક પથ્થર લઇ પોતાના ખેતરમાં વિદ્યમાન કર્યો..ત્યારથી એક ઉંદર ખેતરમાં દેખાયો ન હતો… ત્યારથી અહીંથી ખેડૂતો પથતર લઈ પોતાના ખેતરમાં વિદ્યમાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.