- રેન્જમાંથી રૂ. 3.89 કરોડનો દેશી – વિદેશી દારૂનો જથ્થો અને શહેરમાંથી રૂ. 39 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે આચાર સંહિતા દરમિયાન પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ચૂંટણી અનુસંધાને કુલ 51,869 સામે અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે, જેમાં કુલ 250 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો તથા કુલ 497 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો મુકેલાનો પણ સમાવેશ થયેલો છે. કાર્યવાહીમાં હથિયાર ધારાના 30 તો 8 કાર્ટીઝ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત 7,327 હથિયારો જમા લેવામાં આવ્યા છે. સાથે જ 7,125 નોનબેલેબલ વોરંટોની બજવણી થઈ છે. આચાર સંહિતા દરમિયાન પ્રોહિબિશનના 4,870 કેસ કરવામાં આવ્યા છે અને રૂ. 3,89,14,109 નો દેશી – વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જયારે રાજકોટ શહેર પોલીસ દ્વારા 11,108 શખ્સોના અટકાયતી પગલાં, હથિયારધારાના 9 કેસો કરીને 9 હથિયાર અને 13 કાર્ટિસ જપ્ત કરવામાં આવી છે. જયારે દારૂના 1052 કેસો કરીને રૂ. 85,08,746નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આચાર સંહિતા લાગુ પડી ગયા બાદ રાજકોટ રેન્જ હસ્તકના 5 જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારધારાના કુલ 30 કેસો કરવામાં આવેલ છે જેમાં 30 હથીયાર તેમજ 8 કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગરમાં 6 હથીયાર અને 2 કાર્ટીઝ સહિત 8, મોરબીમાં 10 હથિયાર, રાજકોટ ગ્રામ્યમાં 7 હથિયાર અને 6 કાર્ટીઝ સહિત 13, જામનગરમાં 5 અને દેવભૂમિ દ્વારકામાં 2 હથિયાર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રોહીબીશનના કેસોની વિગત પર નજર કરીએ તો ભારતીય બનાવટના ઇંગ્લિશ તેમજ દેશી દારૂના મળી કુલ 4,870 કેસો કરવામાં આવ્યા છે અને સદર આરોપીઓ પાસેથી કુલ રૂ.3,89,14,109નો ઇંગ્લિશ તથા દેશીદારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના 5 જિલ્લાઓમાં કુલ 7,327 લાયસન્સ વાળા હથિયારો જમા લઇ લેવામાં આવેલા છે. અને હાલ કોઇ પરવાનેદારનુ હથિયાર જમાં લેવા પર બાકીમાં નથી. આ ઉપરાંત ચૂંટણી લક્ષી આચારસંહિતાના અમલી કરણ બાદ રાજકોટ રેન્જના જિલ્લાઓના નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝૂંબેશ શરુ કરવામાં આવેલો છે, જે અનુસંધાને ચૂંટણી આચારસંહિતા લાગુ થયા બાદ આજદિન સુધીમાં કુલ-61 નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલો છે. જયારે રાજકોટ રેન્જ હસ્તકના 5 જિલ્લાઓમાં આચારસંહિતા બાદ કુલ- 7,125 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલી છે. જે કુલ વોરંટોના 85% બજવણી કરવામાં આવેલ છે અને બાકી રહેલ વોરંટોની બજવણી પ્રકિયા હાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલું છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન આર્દશ આચારસંહિતાના અમલીકરણ માટે દરેક જિલ્લા ખાતે ક્ધટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. ક્ધટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચૂંટણીલક્ષી ફરિયાદો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ તમામ ક્ધટ્રોલરૂમ ઉપર રેન્જ કચેરી ખાતેથી સતત મોનિટરિંગ રાખવામાં આવી રહેલો છે. જે ક્ધટ્રોલરૂમના નંબર- 100 છે. આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ રાજકોટ રેન્જ હસ્તકના તમામ જિલ્લાઓમાં રહેલા હિસ્ટ્રીસીટરો, એમ.સી.આર., માથાભારે ઇસમો ઉપર પોલીસ દ્રારા સતત વોચ રાખવામાં આવી રહેલ છે અને તમામ ઉપર જરૂરી અટકાયતી પગલા લેવામાં આવી રહેલી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા શાંતિપૂર્વક મતદાન થાય એ માટે 11,000 શખસો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આચારસંહિતાથી લઇ આજ સુધી પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો જાહેર થઈ છે. જેમાં પોલીસના જણાવ્યા મુજબ 2 તડીપાર, 32 પાસા, પ્રોહીબીશન સહિત 11,108 સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર અંગે કુલ 9 કેસો કરવામાં આવ્યા હતાં. જેમાં 9 હથિયાર ઉપરાંત 13 કાર્ટિસ પણ કબ્જે કરાયા હતાં. દારૂ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં દેશી અને વિદેશી મળી કુલ 1,052 કેસો કરાયા હતાં.જેમાં 39.46 લાખનો દારૂ કબ્જે કરાયો હતો.
આ ઉપરાંત માદક અને નશીલા પદાર્થ અંગે 2 કેસો કરી રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ ઉપરાંત જ્યારે ચૂંટણીને લઈને શહેરમાંથી 2,691 લાયસન્સવાળા હથિયારો જમા લેવાયા હતાં. બીજી તરફ નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરાયેલ ઝુંબેશમાં 45 શખ્સોને ઝડપી લેવાયા હતાં. જ્યારે 5,285 નોન બેલેબલ વોરન્ટોની બજવણી કરાઈ હતી. બીજી તરફ ચૂંટણીને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં અધિકારીની નિમણુંક કરાઈ છે. લોકો તરફથી કરવામાં આવતી ફરિયાદો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરાઈ રહી હોવાનું અને મોનિટરિંગ રાખવામાં આવી રહ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં શહેરના હિસ્ટ્રીશીટરો, માથાભારે શખ્સો સહિતનાઓ ઉપર વોચ રાખવા ઉપરાંત અટકાયતી પગલાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
રેન્જના જિલ્લાઓમાંથી કુલ 30 અને રાજકોટ શહેરમાંથી 9 હથિયારો ઝડપાયા
આચાર સંહિતા લાગુ પડી ગયા બાદ રાજકોટ રેન્જ હસ્તકના 5 જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારધારાના કુલ 30 કેસો કરવામાં આવેલ છે જેમાં 30 હથીયાર તેમજ 8 કાર્ટીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. જેમાં સુરેન્દ્રનગરમાં 6 હથીયાર અને 2 કાર્ટીઝ સહિત 8, મોરબીમાં 10 હથિયાર, રાજકોટ ગ્રામ્યમાં 7 હથિયાર અને 6 કાર્ટીઝ સહિત 13, જામનગરમાં 5 અને દેવભૂમિ દ્વારકામાં 2 હથિયાર ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે રાજકોટ શહેર પોલીસે હથિયારધારાના 9 કેસો કરીને 9 હથિયાર અને 13 કાર્ટિસ કબ્જે કરવામાં આવી છે.
ચૂંટણીલક્ષી ફરિયાદો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા કંટ્રોલરૂમ કાર્યરત
વિધાનસભા ચૂંટણી દરમિયાન આર્દશ આચારસંહિતાના અમલીકરણ માટે દરેક શહેર અને જિલ્લા ખાતે ક્ધટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. ક્ધટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચૂંટણીલક્ષી ફરિયાદો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ તમામ ક્ધટ્રોલરૂમ ઉપર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહેલો છે. જે ક્ધટ્રોલરૂમના નંબર- 100 છે. આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ રાજકોટ રેન્જ હસ્તકના તમામ જિલ્લાઓમાં તેમજ રાજકોટ શહેરમાં રહેલા હિસ્ટ્રીસીટરો, એમ.સી.આર., માથાભારે ઇસમો ઉપર પોલીસ દ્રારા સતત વોચ રાખવામાં આવી રહેલ છે અને તમામ ઉપર જરૂરી અટકાયતી પગલા લેવામાં આવી રહેલી છે.