મધદરિયે તોફાનમાં, હૈયુ રહે નહી હાથ એને કેજેમાં ખોડીયારનો, લઈ લ્યે એકવાર સાથ
રાજકોટથી કાલાવડ રોડ પરની ધાર્મિક યાત્રા દરમ્યાન વળવાજડી ગામે આવેલ શિવાલય વડેશ્ર્વર મહાદેવ મંદિર કે જયાં ભગવાન ભોળાનાથ બીરાજમાન છે. વર્તમાન ભાગા-દોડીના સમયમાં પણ આ શિવાલયે આવતાની સાથે મનની શાંતિ મળે છે.
શ્રાવણ માસમાં ભકતોની ભીડ જામે અને ભગવાન ભોળાનાથના દર્શનથી ભાવીકોની મનોકામના પૂર્ણ થાય તેવી વડેશ્ર્વર મહાદેવની જગ્યા રમણીય છે.
આ વાત રાજકોટ જિલ્લાનાં લોધીકા તાલુકાના નાનાએવા છાપરા ગામથી બે કિલોમીટરના અંતરે ડુંગરની ધાર પર આવેલું શ્રી આઈ બેલી ખોડીયાર માતાજીના મંદિરની છે.
‘મધદરિયે તોફાનમાં, તારૂ હૈયુ રહે નહીં હાથ એને કે જે, માં ખોડીયારનો, લઈ લ્યે એકવાર સાથ.
જગતજનની, જોગમાયા, રાજરાજેશ્ર્વરી, માં ખોડીયારની આજ્ઞાથી આઠ વર્ષ પહેલા આણંદથી આઈબેલી ખોડીયાર મંદિરે આવેલા મહંતે માતાજીના નામ ઉપરથી રાખેલ નામ આઈ બેલી ખોડીયાર કે જેઓએ પોતાના સ્વમુખે આપેલી માહિતી અહિ રજૂ કરવામાં આવી છે.
ગુજરાતનાં આણંદ ખાતે રહેતા અશ્ર્વિનને નાનપણથી જ ખોડીયાર માતાજી પ્રત્યે અનેરો લગાવ હતો અને ઘેરે રહી માતાજીનું પૂજન-અર્ચન અને ભકિતભાવથી ગુણગાન કરતા અને ગૂરૂ બ્રહ્મદેવીદાસની સેવામાં મશગુલ એવા અશ્ર્વિનને માં ખોડીયારની પ્રેરણા થઈ અને છાપરા ગામની ધારપર આવેલ આઈ બેલી ખોડીયાર મંદિરે આવવાનું કહ્યું આ વાત અશ્ર્વિને ગૂરૂ મહારાજને જણાવતા ગૂરૂએ પણ કહ્યું કે હું તને સમય આવ્યે જણાવીશ.
કહેવાય છે કે, દિવસ ગણંતા માસ ગયા, વરસે આંતરીયા સુરત ભૂલી સાયબા એના નામે વિશરીયા, આમ દિવસો પસાર થવા લાગ્યા અને આખરે એ ઘડી આવી પહોચી.
ગૂરૂ બ્રહ્મ દેવીદાસ બાપુને મળવા શિવાનંદબાપુનું આગમન થયું ત્યારે અશ્ર્વિનને પાસે બોલાવીને કહ્યું હવે તને જે પ્રેરણા થઈ હતી. તે માં ખોડીયારના સાનિધ્યમાં જવાનો અવસર આવ્યો છે. અને હવે શિવાનંદ બાપુ સાથે તું જા…
અશ્ર્વિનને તો માત્ર ગૂરૂદેવની આજ્ઞાની જ રાહ હતી. છતાં કહ્યું કે ગૂરૂદેવ મારા માટે મુલક જુદો, માણસો જુદા, વગેર વગેરે… પરંતુ ગુરૂ આજ્ઞા માથે ચડાવી અશ્ર્વિન ડુંગરની ધાર ઉપર બીરાજમાન આઈ બેલી ખોડીયાર છાપરાધામ ખાતે આવી અને અશ્ર્વિને પોતાનું નામ પણ આઈ બેલી ખોડીયાર અપનાવી માંની ભકિત શરૂ કરી.
માતાજીના કહેવા પ્રમાણે ખોડીયાર માતાજીનું આ મંદિર ૧૧૦૦ વર્ષ પૂરાણું છે. છાપરા ગામની ભાગોળે બે કિલોમીટરના અંતરે આવેલ માતાજી સ્વયંભૂ બીરાજમાન છે.
અગાઉ ત્યાં બદ્રીગીરી બાપુ ત્યારબાદ સાંઈરામ બાપુ અને ત્યારબાદ આઈબેલી ખોડીયાર માતાજી મહંત તરીકે આવ્યા માતાજી વધુમાં જણાવે છે કે છાપરા ગામએ ગોકુડીયા ગામ જેવું છે. ત્યાંના લોકો લાગણીશીલ અને ભાવીક છે.
હાલમાં આ મંદિરે રવિવાર-બુધવાર ઉપરાંજ પૂનમના દિવસે પૂનમ ઙરવા આવતા ભાવીકોની ભીડ રહે છે. ડુંગરની ધાર પર આવતા દર્શનાર્થીઓ યાત્રીઓ માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે.
સંત કબીર સાહેબની વાતમાંથી જાણવા મળ્યા મુજબ ‘એક પ્યાલે વરણ અઢારની માફક દર્શને આવતા અઢારે વર્ણના યાત્રાળુઓને મંદિરના મહંત આઈ બેલી ખોડીયાર માતાજી દ્વારા મીઠો આવકાર જ આર્શિવાદ રૂપ હોય છે.
મંદિરે આસો, ચૈત્ર અને મહામાસની મહા આરતી ઉપરાંત દશેરાનો હવન, અન્નકુટ વગેરે કરવામાં આવે છે. આ સમયે લોકોની ભીડ જામે છે.
- એન્કર, ડિરેકટર : જીજ્ઞા ગઢવી
- કેમેરામેન: દેવજી રંગાડીયા
- ડ્રોન તસ્વીર: કરન વાડોલીયા