ગુજરાત રાજય નાટક એકેડેમી અને નૃત્ય કલા એજયુકેશન ટ્રસ્ટ આયોજીત મહોત્સવમાં કથક, કલાસીકલ અને ફોલ્ક સહિતની નૃત્યકલાઓ પીરસાઈ
વિશ્ર્વ મૃત્યુદિન નિમિતે હેમુગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર અને નૃત્ય કલા એજયુકેશન ટ્રસ્ટ અમદાવાદના ઉપક્રમે નૃત્ય મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૧૦ નૃત્યાંગનાઓએ પોતાના કલાના કામણ પાથર્યા હતા. કથક કલાસીકલ ફોલ્ક સહિતના નૃત્યો નિહાળી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.
નટવરી નૃત્ય માલા કલાસીકલ ડાન્સ સ્કૂલના કલાગુરુ હર્ષાબેન ઠકકરે જણાવ્યું હતું કે, વિશ્ર્વ નૃત્ય દિનની ઉજવણીના ભાગ‚પે નુપુર એકેડેમી અને નટવરી નૃત્ય માલાના સહયોગથી નૃત્ય મહોત્સવનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૦ નૃત્યાંગનાઓ ભાગ લીધો છે. આકૃતિબેન ઠકકરે જણાવ્યું કે, છેલ્લા ૭ વર્ષથી નટવરી નૃત્ય માલા એકેડેમીમાં તેઓ કથક શીખી રહ્યા છે. નાટક એકેડેમીમાં વર્લ્ડ ડાન્સનું આયોજન થયું હતું. જેમાં સીતાસ્વયંમવરમાં તેઓએ પર્ફોમન્સ આપ્યું હતું. સીતા તરીકેનો તેઓનો અભિનય દર્શકોને ખુબ પસંદ પડયો હતો. કલાગુરુ હર્ષાબેન ઠકકરના માર્ગદર્શન હેઠળ તેઓએ અનેક શો-માં નૃત્ય કર્યા છે.
નૃત્ય મહોત્સવમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ અને અમરેલીના નૃત્ય કલાકારોએ ભાગ લીધો હતો. અમરેલીના કલાકારોએ ગણેશસ્તુતી સહિતની કૃતિઓ રજુ કરી હતી. જયારે રાજકોટના કલાકારોએ કથક, ઘુમ્મર અને વુમન એમ્પાવરમેન્ટ ઉપરની કૃતિઓ રજુ કરી હતી. ખાસ કરીને દર્શકોને વુમન એમ્પાવરમેન્ટ પર રજુ થયેલી કથક, કલાસીકલ, ફોલ્કની મિશ્ર કૃતિ પસંદ પડી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com