સાત વર્ષે પૂર્વ યુવતિને ભગાડી જવાના પ્રશ્ર્ને ટોળાએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી યુવકને મોતને ઘાટ ઉતારીને બંને માર માર્યો તો
ગીરગઢડા તાલુકાના આકોલવાડી ગામે સાત વર્ષ પહેલા દલિત યુવાનને ઘરમાં પુરી સળગાવી નાખી મોત નિપજાવ્યાના ગુનામાં ઉના કોર્ટ તમામ ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપીએ પ૪ હજાર રૂપિયામાં દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગીરગઢડા તાલુકાના આકોલવાડી ગામે તા. ૧૩-૯-૧૨ ના રોજ લાલજી કાળાભાઇ સરવૈયા નામના યુવકની યુવતિને ભગાડી જવાના પ્રશ્ર્ને યુવતિના પરીવારજનો દ્વારા મકાનમાં તોડફોડ કરી કેરોસીન છાંટી આંગ ચાપતા જેમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં મૃતકના પિતા કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાની ફરીયાદ પરથી ભાણા કાના વાજા, લાલજી યશરામ, બાબુ દાન મકવાણાી, ધીરુ વીરા વાજા, ભીખા વીરા વાજા, પાંચા લખા વાંજા, પ્રવિણ ધીરુ વાજા, અરજણ બાબુ મકવાણા અને રમીર અરજણ વાજા સામે હત્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
આ કેસ ઉનાની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસ ચાલતા સરકાર પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહીલની ધારદાર દલીલો હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટના ચુકાદા તેમજ ફરીયાદી ત્થા ઇજા પામનારની જુબાની ડોટકોરાની જુબાની પી.એમ. કરનાર ડોકટરોની જુબાની, દસ્તાવેજી પુરાવા, એફએસએલ રીપોર્ટ તપાસનીસ અધિકારીની જુબાનીની નોંધ લઇ કોર્ટના જજ એસ.એલ. ઠકકરે ૧૧ આરોપીઓને આજીવન સખત કેદની સજા દરેક આરોપીને રૂ. ૫૪ હજાર દંડ મૃતક પરીવાર કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાને ચુકવવાના રહેશે.