• લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 57 સીટો પર મતદાન શરૂ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 5 કેન્દ્રીય મંત્રીઓ કરશે મતદાન 

લોકસભા ચૂંટણી 2024 : લોકસભા ચૂંટણીના છ તબક્કા બાદ આજે  સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે . આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 5 કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે. 4 એક્ટર્સ- કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરી અંતિમ તબક્કામાં મતદાન કરવા અપીલ કરી :

પીએમ મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે મતદાન થવાનું છે. હું આ તબક્કાના તમામ મતદારોને લોકશાહીના આ મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે આપણા યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં આગળ આવશે અને તેમનો મત આપશે. ચાલો આપણે સાથે મળીને આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ.

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કર્યુ મતદાન:

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, આજે મને મારા વતન વિજયપુરના મારા બૂથ પર આવીને મારો મત આપવાનું સૌભાગ્ય મળ્યું છે. મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારત માટે મત આપો. લોકશાહીને મજબૂત કરો. વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં યોગદાન આપો.

 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા : Lok Sabha Election Phase 7 Voting Live Updates: AAP MP Raghav Chadha shows his inked finger after casting his vote at a polling station in Lakhnaur, Sahibzada Ajit Singh Nagar under the Anandpur Sahib constituency, for the seventh and last phase of Lok Sabha Elections 2024. (@raghav_chadha)

 પોતાનો મત આપ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો મહાન તહેવાર છે. આજે મતદાનનો છેલ્લો તબક્કો છે. દેશવાસીઓ દ્વારા આપવામાં આવેલ દરેક મત આજે નક્કી કરશે કે આ દેશની દિશા અને દશા શું હશે. આપણા દેશની લોકશાહી કેટલી મજબુત હશે તે આજે દેશની જનતા પોતાના મતની શક્તિથી નક્કી કરશે. લાંબા સંઘર્ષ બાદ દેશવાસીઓને મત આપવાનો અધિકાર મળ્યો. આજે હું તમને વિનંતી કરું છું કે તમારો મત આપો.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે 4 જૂનનો સૂરજ દેશમાં નવી સવાર લાવશે :

કંગના રનૌતે પોતાનો મત આપ્યો :<


મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, કંગના રનૌતે લોકસભા ચૂંટણી 2024 ના સાતમા તબક્કા માટે, મંડીના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.