શાપર વેરાવળના કુલદીપસિંહ ગોહિલને પાટણવાવ તેમના સ્થાને એલસીબીના એસ.જે.રાણા, પડધરી ગોંડલ તાલુકા ઉપલેટા અને જામકંડોળાના પીએસઆઇ બદલાયા
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ચાર્જ સંભાળ્યા બાદ એક સાથે 11 પીએસઆઇ ની આંતરિક બદલીના હુકમો કરતા પોલીસ બેડામાં ચકચાર જાગે છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા પીએસઆઇઓની એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.
જેમાં શાપર વેરાવળ ખાતે ફરજ બજાવતા કુલદીપસિંહ ગોહિલ ને પાટણવાવ, જામકંડોરણા ના જે.યુ. ગોહિલને ગોંડલ સીટી, ગોંડલ ડીવાયએસપી ના રીડર એમ, જે, પરમાર ને વિરપુર ,ગોંડલ તાલુકાના ડી.પી. ઝાલાને પેરોલ ફર્લો, પડધરી, ના બીએલ ઝાલા ને લીવ રિઝર્વ, આટકોટના કે.પી. મહેતાને ભાયાવદર, ઉપલેટા ના આર.એલ.ગોયલ ગોંડલ સીટી, વીરપુરના જે. એચ. સિસોદિયાને આટકોટ, પાટણવાવના જી.જે.ઝાલાને જેતપુર સીટી, એલસીબીના એસ.જે.રાણાને શાપર અને લીવ રિઝર્વના વી.બી .ચૌહાણને લોધીકા પોલીસ મથક ખાતે નિમણૂક આપવામાં આવી છે.