રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ  શાખાના 7 સહિત 11 પોલીસ જવાનોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. પોલોસ કમિશનર મનોજ અગ્રવાલના કહેવા મુજબ ઇન્ટરનલ ઓડિટિંગના આધારે હુકમો કર્યા હોવાનું જણાવ્યું છે. તો મોટા ભાગના પોલીસ જવાનોને આદિવાસી વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

બદલીના પગલે પોલીસબેડામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા બહાર પોલીસ જવાનોની બદલી ડીજીપી દ્વારા કરવામાં આવતી હોય છે. ટીકરે રાજકોટમાં પણ 7 ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાન સહિત કુલ 11ની બદલી કરવામાં આવી છે.

મોટા ભાગના પોલીસ જવાનોને આદિવાસી વિસ્તારમાં બદલી કરવામાં આવતા પોલીસબેડાનું માહોલ ગરમાયુ છે. ગુજરાત પોલીસવડાના આદેશ બાદ પોલીસ કમિશનરની સહી કરી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજાની દાહોદ, સંતોષ નાગજીભાઈ મોરીની ડાંગ આહવા, રઘુવીરસિંહ જસુભા વાળાની તાપી -વ્યારા, રાજેશ લક્ષમણભાઈ બાળાની નવસારી, મહેન્દ્રસિંહ વાસુદેવસિંહ જાડેજાની છોટા ઉદયપુર, યોગીરાજસિંહ સુખદેવસિંહ જાડેજાની પંચમહાલ ગોધરા, સમીર ઇકબાલ શેખની વડોદરા ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે હેડક્વાર્ટરના હરદેવસિંહ જગતસિંહની ભરૂખ ખાતે, રામદેવસિંહ પ્રવિણસિંહની પાટણ, જ્યારે ભક્તિનગર ના અક્ષયરાજસિંહ જગદીશસિંહ રાણાની મહીસાગર, આજીડેમના જયેશ મનુભાઈ કુનળાની મહેસાણા બદલી કરવામાં આવી છે. જો કે કયા કારણથી જિલ્લા બદલી કરવામાં આવી છે તેના વિશે હજુ તર્ક વિતર્ક શરૂ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.