કોર્ટના હુકમનો અનાદર કરનાર ૧૧ સામે વોરન્ટ ઇસ્યુ થયા અને બે શખ્સોને સુપ્રીમ કોર્ટમાં સરન્ડર થવાનો મહત્વનો ચુકાદો: અદાલતના આદેશનું પોલીસે તાકીદે પાલન કરાવવા હુકમ
શહેરની ભાગોળે આવેલા ઠેબચડાની ૫૮ એકર જમીન ગણોતધારા હેઠળ મુળ માલિકને પરત સોપવા અંગેના છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદ અંગે સુપ્રિમ કોર્ટે જમીન પર કબ્જો ધરાવતા ૧૧ શખ્સો સામે ધરપકડનું વોરન્ટ અને બે શખ્સોને સુપ્રિમ કોર્ટમાં સરન્ડર થવાના આદેશ સાથે અદાલતના હુકમનું પોલીસે તાકીદે પાલન કરાવવા હુકમ કર્યો છે.
ઠેબચડાના ગરાસદાર ઘનશ્યામસિંહ જો‚ભા જાડેજાની વડીલોપાર્જીત જમીન પર ખેતી કરતા બીજલ જીવા કોળી સહિત ૧૩ શખ્સોનો વર્ષોથી કબ્જો છે.
ઘનશ્યામસિંહ જાડેજાએ પોતાના પરિવારના નિભાવ માટે સરકાર દ્વારા ખેડુતોને સોપવામાં આવેલી જમીન ગણોતધારા હેઠળ પરત મેળવવા વિવિધ સ્તરે રજૂઆત અને દાવા કર્યા હતા. તેની સામે કબ્જો ધરાવતા ખેડુત બીજલ જીવા કોળી દ્વારા પણ કાનૂની લડત સાથે એક કેન પ્રકારે જમીનનો કબ્જો પરત સોપવામાં સમય વ્યતિત કરી રહ્યા હતા.
ઠેબચડાની ૫૮ એકર જમીનનું પ્રકરણ તલાટી કમ મંત્રીથી લઇ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યું હતું અને તમામ સ્તરે જમીનના મુળ માલિક ગરાસદાર ઘનશ્યામસિહ જો‚ભા જાડેજાની તરફેણમાં હુકમ થયા હતા.
સુપ્રિમ કોર્ટ દ્વારા જમીનનો ક્બ્જો પરત સોપવાના હુકમ સામે કબ્જેદાર ખેડુત બીજલ જીવાએ જમીન પર પોતાનો પાક ઉભો હોવાથી પાકની ઉપજ લેવા માટે છ માસનો સમય માગ્યો હતો. સુપ્રિમ કોર્ટ દ્વારા ખેડુત કબ્જેદારની વિનંતીને ધ્યાને લઇ છ માસનો સમય આપી જમીનનો કબ્જો ઘનશ્યામસિંહ જાડેજાને સોપી દેવા હુકમ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટ દ્વારા જમીનનો કબ્જો ઘનશ્યામસિંહ જાડેજાને સોપી દેવાનો હુકમ થયો હોવા છતાં કબ્જેદાર ખેડુત બીજલ જીવા સહિતના શખ્સો દ્વારા જમીન સુપ્રત કરવામાં ન આપતા ઘનશ્યામસિંહ જાડેજાએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી કોર્ટના હુકમનો અનાદર કર્યાની રજૂઆત કરી હતી.
ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા થયેલી પીટીશન અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા બીજલ જીવા સહિતના શખ્સોને નોટિસ ફટકારી તા.૧૦મી ઓકટોમ્બરે જવાબ રજુ કરવા આદેશ કર્યો હોવા છતાં સુપ્રિમ કોર્ટના હુકમનું ઉલંઘન થતા સુપ્રિમ કોર્ટના જસ્ટીશ એસ.એ.બોબડે અને એલ.નાગેશ્ર્વરની ડિવિઝન બેન્ચ દ્વારા બીજલ જીવા સહિત ૧૧ શખ્સો સામે ધરપકડ માટે વોરન્ટ ઇસ્યુ કર્યા હતા અને બે શખ્સોને સુપ્રિમ કોર્ટમાં તા. ૨૧ નવેમ્બરે સરન્ડર થવા આદેશ કર્યો હતો.
રાજકોટના પોલીસ વડાએ સુપ્રિમ કોર્ટના હુકમનું તાકીદે પાલન કરાવવા સુપ્રિમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે