ધાર્મિકતાના અંધાપામાં શા માટે લોકો આત્મઘાતિ પગલા લે છે?
દિલ્હીમાં એક જ પરિવારના ૧૧ સભ્યોના રહસ્યમય મોત
તાંત્રીક વિધિમાં નરસંહાર થયો હોવાની શંકા
દિલ્હીમાં એક જ કુટુંબના ૧૧ સભ્યોના રહસ્યમય મોતી સમગ્ર દેશમાં કમકમાટી મચી જવા પામી છે. રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં એક જ પરિવારના ૧૧ સભ્યો મૃત હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસને આંખે પાટા અને મો પર પાટા બાંધેલી હાલતમાં પરિવારના ૧૦ સભ્યોના મૃતદેહ સીલીંગ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. જયારે પરિવારની ૭૫ વર્ષની વૃદ્ધ મહિલાનો મૃતદેહ જમીન પર પડયો હતો.
મૃતકોમાં બે બાળકો સહિત ૭ મહિલા અને ૪ પુરુષોનો સમાવેશ થાય છે. જો આ બનાવ આપઘાતનો હોય તો અંધશ્રદ્ધામાં તાત્રીક વિધિ માટે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસ સંભવિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ પરિવારે આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. ઘટના સ્થળેથી એક રજિસ્ટર્ડ મળી આવ્યું છે.
ઉપરાંત પરિવારના ઘરનો દરવાજો પણ ખુલ્લો મળી આવ્યો હતો. ઘરમાં એક માત્ર જીવીત પ્રાણી તે પરિવારનો પાલતુ કુતરો હતો જેને ટેરેસ પર બાંધી દેવામાં આવ્યો હતો.
પરિવારને કોઈની સાથે દુશ્મન ન હોવાનો દાવો મુખ્યમંત્રી કેજરીવાલે કર્યો છે. તેમણે કહ્યું છે કે, પોલીસ તપાસ ચાલી રહી છે. શું થયું હશે તે કહેવું હાલ મુશ્કેલ છે. પડોશીઓએ આ મામલે કહ્યું હતું કે, મૃતક પરિવાર ઘણો ધાર્મિક હતો. એ બધા સાથે હળીમળીને રહેતો હતો. પરિવારના મોભી લલીત ભાટીયા છેલ્લા પાંચ વર્ષી મૌનવ્રતનું પાલન કરી રહ્યાં હતા. આ પરિવાર મુળ રાજસનના ચિત્રોડગઢનો હતો. ૨૨ વર્ષ પહેલા સ્થાળાંતર કરી દિલ્હી આવ્યો હતો અને કરિયાણાની દુકાન શરૂ કરી હતી.