દિકરીઓને કરિયાવરમાં 80 થી વધુ વસ્તુઓ ભેટ આપી  અંતરના ઉમળકાથી સાસરે વળાવશે

સમસ્ત ચારણિયા સમાજ સમુહલગ્ન કમિટીના સભ્યો ‘અબતક’ની મુલાકાતે

 

વાંકાનેર – બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર વડલી ચોકી જારીડામાં પાટીયા પાસે સમસ્ત ચારણીયા સમાજના આત્મગૌરવના પ્રતિક સમાન દિવ્ય શ્રી આઇક ધામ (મોગલ મંદિર), ખાતે આઇશ્રી મોગલ માતાજી બીરાજમાન છે. તા. 11-પ ને ગુરુવારના રોજ વૈશાખ વદ-6 નાં પાવન દિવસે સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

‘અબતક’ નુ શુભેચ્છા મુલાકાતે આવેલા રાજેશ એ જણાવ્યું હતું કે, વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પર વડલી ચોકી જારીડામાં પાટીયા પાસે બાર વોકળી ખાતે બીરાજમાન પૂ. આઇ મોગલ માતાજીના મંદિર આઇધામ ખાતે સમસ્ત ચારણીયા સમાજના સમુહ લગ્ન વર્ષ 2023 અંતર્ગત તા. 11-5 ને ગુરુવારના પાવન દિવસે ચારણીયા સમાજના આર્થિક રીતે નબળા જરુરીયાત મંદ પરિવારોના 11 નવદંપતિઓ શાસ્ત્રોકત વિધીથી લગ્ન જીવનમાં પદાર્પણ કરશે.

આ સાથે દરેક ક્ધયાઓને કરિયાવરમાં 80 થી વધુ ગૃહ ઉપયોગી વસ્તુઓ અર્પણ કરીને અંતરના ઉમળકાથી સાસરે વળાવાશે. આ પ્રસંગે સવારે 6 કલાકે વાજતે ગાજતે દરેક જાનનું આગમન થશે અને સામૈયા કરવામાં આવશે. બાદમા 7 વાગ્યે વિધી વિધાન સાથે મંડપ રોપણ કરાશે. સવારે 10 વાગ્યે વર-ક્ધયાના હસ્ત મેળાપ સહિત ચારણીયા સમાજની પરંપરાગત શાસ્ત્રોકત લગ્ન વિધિ સંપન્ન થશે. આ દરમિયાન બપોરે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી શુઘ્ધ ઘીના લાપસી પ્રસાદ સહિતનો ભોજન  સમારંભ પણ યોજાશે.

જયારે બપોરે 3 વાગ્યે સમસ્ત ચારણીયા સમાજની હાજીમાં ભાવભેર દરેક જાનને વિદાય કરવામાં આવશે.સમસ્ત ચારણીયા સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનાં પાવન પ્રસંગે સવારના શુભ ચોઘડીએ પૂ. મહંત ભારતીબાપુ, તેમજ પૂ. આઇશ્રી જાહલ માં ખાસ ઉ5સ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ  આપશે. ભવ્ય સમુહ લગ્નોત્સવમાં અઘ્યક્ષ સ્થાને થાનગઢમાં હાસ્ત કલાકર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, ભચાઉના ભજનાનંદી પાલુભા ગેલવા અને અમદાવાદ ના નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઇ મુંધવા પણ વિશેષ હાજરી આપીને ચારણીય સમાજને નવદંપતિઓને આશીર્વાદ આપશે. વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓની પ્રેરક ઉ5સ્થિતિમાં ચારણીયા સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ સંપન્ન થશે.

આઇધામ (મોગલ મંદિર) ના સાનિઘ્યમાં સમસ્ત ચારણીયા સમાજનો ભવ્ય સમુહ લગ્ન મહોત્સવ યોજાનાર છે. એવા પાવન પ્રસંગે આઇ મોગલ માતાજી મંદિરના આંગણે ચારણીયા સમાજના યુવાનો- વડીલો વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહિક સંકલ્પ લેશે.

આ સમગ્ર સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનું સંકલન નાનજીભાઇ જીવાભાઇ આઠુ અને રાજેશભાઇ દાનાભાઇ જેપાળ અને ભુપતભાઇ સામતભાઇ ચૌહાણ, અરવિંદભાઇ રાજાભાઇ ગોગીયા કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઇ ગોગીયા (શ્રી નાગબાઇમા શોભાયાત્રા) સંભાળશે.સમતિ ચારણિયા સમાજ સમુહ લગ્ન કમીટી ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે ભુપતભાઇ સામતભાઇ ચૌહાણ, નાનજીભાઇ જીવાભાઇ આઠુ, રાજેશ દાનાભાઇ જેપાળ, કીરીટભાઇ ગોગીયા, અરવિંદભ આર. ગોગિયા, પ્રવિણ ગોગીયા (નાગબાઇમાં શોભાયાત્રા), હેમંત ખાણીયા, કૃણાલ બઢીયા, હમીરભાઇ આઠુ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.