- વડોદરા ડીઆરડીએના ડાયરેકટર એન કે મૂછારની રાજકોટના અધિક ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ
રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા ફરીવાર આઈએએસ ઓફીસરોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. જેમાં પંકજ જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો ચાર્જ પંકજ જોશીને સોપાયો છે. તો બીજી તરફ કમલ દયાણીને જીએસએફસીના એમડીનો વધારાનો ચાર્જ સોપાયો છે. આ ઉપરાંત કે. કે. નિરાલાને નાણા સચિવનો વધારાનો ચાર્જ સોપાયો છે.
વડોદરાના ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલોપમેન્ટ એજેન્સીના ડાયરેકટર એન કે મૂછારને રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
ઉપરાંત રાજ્યના 11 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે બદલીના આદેશ જાહેર કર્યા છે. જેમાં સંદિપ કુમારની ખેતીવાડી અને સહકાર વિભાગના સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આઈએએસ ધવલ પટેલ, રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ અને એસ.એસ. ગુલાટીને પ્રમોશન આપવામાં આવ્યું છે. એસ.છાંકછુવાંકની પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેકટર તરીકે બદલી કરવામાં આવી છે. આર.કે.સિંઘને બઢતી સાથે આઈસીડીએસના કમિશનર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. હિતેશ કોયાની બઢતી સાથે વિકાસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. એ.એમ. શર્માને જીએસઆરટીસીના મેનેજિંગ ડિરેકટર બનાવાયા છે. ડો. એન.કે.મીણાની મતસ્ય ઉદ્યોગ નિયામક તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ડી.પી. દેસાઈને પ્રમોશન આપી ઔડામાં સીઈઓ પદે યથાવત રાખવામાં આવ્યા છે. સુરભી ગૌતમને જીઆઈડીસી વિભાગના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.
તો બીજી તરફ આઈએએસ અધિકારી મુકેશ પુરીને નિવૃતિના બીજા જ દિવસે કરાર આધારીત નિમણૂંક આપવામાં આવી છે. નિવૃતિના બીજા દિવસે મુકેશ પુરીને સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રિટાર્યર્ડ આઈએએસ અધિકારીને નર્મદા જળસંપતિ વિભાગમાં કરાર આધારીત નિમણૂંક અપાઈ છે. 2 વર્ષ અથવા નવા ઓર્ડર સુધી કરાર આધારીત નિમણૂંક અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે રાજ્યના 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. મોટાભાગના ડીડીઓ અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે બદલી કરાઈ છે.