પુન:લગ્ન કરનાર મહિલાએ ફરિયાદ કરી’તી: નણંદ અને પિતરાઈ દિયરનો નિર્દોષ છુટકારો
શહેરના ભકિતનગર સર્કલ નજીક આવેલી ગીતાનગરમાં રહેતી ૫રિણીતાને ત્રાસ આપી અને દતક પુત્રી સાથે અશોભનીય વર્તન કરવાના ગુનાના કેસમાં પતિને ૧૧ માસની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના ગીતાનગરમાં રહેતા જીતેન્દ્ર કાનજીભાઈ સોની નામના શખ્સ સાથે દર્શનાબેનના પુન:લગ્ન થયેલા બાદ દર્શનાબેનના આગલા ઘરની પુત્રીને પતિ જીતેન્દ્ર સોનીએ દતક લઈ લગ્નજીવન વિતાવતા હતા બાદ પતિ દ્વારા પત્નીને ત્રાસ આપી દતક પુત્રીને ખોટી રીતે હેરાન કરી અશોભનીય વર્તન કર્યાની મહિલા પોલીસ મથકમાં પિતરાઈ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલી અને કોર્ટ કેસ ચાલી જતા કોર્ટ ઠરાવેલું કે, ફરિયાદીએ સગીર પુત્રી પિતાના વિરુઘ્ધમાં જે આક્ષેપો કરેલા છે તે માની શકાય તેવી બાબત છે. માતા અને તેની દિકરીને માનસિક યાચના પહોંચાડી શકાય તેમ હોય જેથી પતિનું વર્તન માનસિક ક્રુરતા માની શકાય તેમ હોય તેવું ઠરાવીને પતિ જીતેન્દ્ર પાલાને આઈપીસીની કલમ ૪૯૮ (ક) મુજબ ૧૧ માસની સજા ફરમાવેલ અને રૂ.૨/- હજાર દંડ કરેલ દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા કરતો હુકમ ફરમાવેલ છે.
જયારે નંણદ જયોત્સનાબેન ધિરજલાલ તથા પ્રથમેશ ડાયાલાલ બગીયાને શંકાનો લાભ આપીને છોડી મુકતો હુકમ અધિક જયુ.મેજી. (ફ.ક) પી.કે.પંડયાએ હુકમ ફરમાવેલો છે. સરકાર પક્ષે એડવોકેટ અતુલભાઈ પટેલ તથા મુળ ફરિયાદ પક્ષ એડવોકેટ સંજયભાઈ પંડયા, મનિષભાઈ પંડયા, નિલેષ ગણાત્રા, રવિભાઈ ધ્રુવ, ઈરશાદ શેરસીયા રોકાયેલ હતા.