ફૂલછોડ સાથે ફળ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપાઓનું વિતરણનજીવા દરે માત્ર રૂ. ૪, ૭.૫૦ અને ૧૫ માં રોપાઓ ઉપલબ્ધ
કુલુ-મનાલી, કાશ્મીર, નૈનીતાલ કેકેરલ જેવા ફરવાલાયક સ્થળે જઈએ ત્યારે આંખોને ઠંડક આપતો અપ્રતિમ કુદરતી નઝારો જોવા મળે છે. અનેકવિધ વૃક્ષારછાદિત હરિયાળી જોઈ દિલ બાગ-બાગ થઈ જાય છે. કુદરતી વનસંપદા જોઈ આપણને એક ક્ષણ થઈ જાય કે આપણા ઘર-વિસ્તારની આસપાસ આવો નઝારો રોજ જોવા મળે તો કેવો આનંદ થાય ? શુંઆ શક્ય છે ?
હા, બિલકુલ… સવાલ માત્ર ઇચ્છાશક્તિનો છે. પ્રકૃત્તિપ્રેમી બની સહિયારો પ્રયાસ કરીએ તો આપણા ઘર-મહોલ્લા કે શહેર આસપાસ પણ વનરાઈ ખીલી શકે છે. અને હા સૌથી મોટો ફાયદો ગ્લોબલ વોર્મિંગ સામે જયારે આખું વિશ્વ ચિંતિત બની બહાર નીકળવા પ્રયત્નશીલ છે ત્યારે આપણે પણ પાશેરામાંપહેલીપૂણી માફક સુક્ષ્મ પ્રયત્ન કરી શકીએ.
લોકો અને સામાજિક સંસ્થાઓ રોપાવિતરણ, વૃક્ષારોપણઅને ઉછેર દ્વારા સામાજિક દાયિત્વ નિભાવે
રાજકોટ સર્કલ વન વિભાગ દ્વારા ચલાવવામાંઆવતીરાંદરડા, મુંજકા, કણકોટ સહીત જિલ્લાની૧૪ જેટલી નર્સરીમાં ૫૦ થી વધુ જાતના ૧૧ લાખ ફૂલ-છોડના રોપા તૈયાર છે વૃક્ષારોપણ માટે. માત્રફૂલછોડ નહી પરંતુ ફળ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપાઓનું સઘન વનીકરણ કરવા સામાજિક વનીકરણ વિભાગનાવન સંરક્ષકશ્રી અમરીશ પટેલ સૂચવે છે. જેમાંફળાઉ ટાઈપના જાંબુ, જામફળ, સીતાફળ,રાયણ, દાડમ, ગુંદા, આંબા, આંબલી, બદામ, કાજુ, લીંબુ, ઔષધીયગુણ ધરાવતા હરડે, બહેડા,વિકળો, સતાવરી, અરીઠા, અરડુસી, સરગવો, કરંજ, ગરમાળો,સુશોભિત વુક્ષો જેવા કે આસોપાલવ, બીલી, બોરસલ્લી, ગુલમહોર જયારે કીમતી વૃક્ષ ચંદન, નીલગીરી,સાગ, અનેલીંબડો, પીપળો જેવા ઘટાદાર વૃક્ષ તેમજ બળતણ અને ચારો આપતાં વૃક્ષોના રોપા ઉપલબ્ધ હોવાનું શ્રી પટેલ જણાવે છે.
થોડા સમયમાં ૬૯ મો વન મહોત્સવ શરુ થશે ત્યારે શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ કેન્દ્ર શરુ કરી રોપા વિતરણ કરવામાં આવશે જેનો મોટી સંખ્યામાં લાભ લેવા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક અધિકારીશ્રી એમ.એમ. મુની જણાવે છે.
પર્યાવરણને હર્યુભર્યુ કરવા વનીકરણની અનેકવિધ યોજનાઓ : ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ફાર્મ ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના ઉપલબ્ધ
એક સહજ સવાલ એ થાય કે રોપાની કિંમત કેટલી ? મુંજકા પાસે આવેલ નર્સરીમાં વનપાલ શ્રી ગઢવી અને વનરક્ષકશ્રી સુમિત વાઘેલા જયારે નર્સરીમાં આવેલ રોપાની સમજ આપતાં હતાં ત્યારે જવાબ મળ્યો કે રોપાની કિંમત સાઈઝ મુજબ હોય,નાની બેગ ૧૫x૧૫ના રૂ. ૪, ૨૦x૩૦ ની બેગના રૂ. ૭.૫૦ અને ૩૦x૪૦ ની બેગના માત્ર ૧૫ રૂ. હા છાયડો આપતાં મોટા વૃક્ષના રોપાઓ કે જેની ઉંચાઈ ૭ થી ૮ ફૂટ હોય છે તેના ૧૦૦ રૂ., શાળાને ૧૦૦ રોપાઓ અને ગ્રામપંચાયતને ૫૦૦ રોપા નિ:શુલ્ક!
જો કોઈ વ્યક્તિ, સમુહ કે સંસ્થા પ્રકૃતિ માટે ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ દ્રષ્ટાંતમાનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા૨ લાખ વૃક્ષોના વનીકરણ દ્વારા ચરિતાર્થકરવામાં આવ્યું છે. રાજકોટના પડધરી વિસ્તારમાં ખોડાપીપર, ખાખડાબેલા સહિતના ગામમાં ૨ લાખ૧૪હજારરોપાઓનુંમાત્ર વાવેતર જ નહી પરંતુ ૨૦૦ થી વધુ માણસો દ્વારા ૫૦ થી વધુ વાહનો દ્વારા પાણી પાઈ છેલ્લા ૪ વર્ષથી જતન કરવામાં આવી રહ્યાનુંસંસ્થાના પ્રમુખશ્રી વિજયભાઈ ડોબરિયા જણાવે છે.મોટા ભાગના ફૂલછોડના રોપા વન વિભાગ પાસેથી ટોકન દરે મેળવ્યાનું અને કુલ ૧૦ લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક હોવાનું શ્રી ડોબરિયા ઉમેરેછે.
પર્યાવરણને પુરુષાર્થ થકી હર્યુભર્યુ કરતો‘માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’નો પ્રેરણાત્મક અભિગમ : ૨૦૦થી વધુ વ્યક્તિઓની ટીમ દ્વારા ૨.૧૪ લાખ રોપાનુંવાવેતર અને જતન
ઉપરોક્તપ્રેરણાદાયીદાખલો આપતા રાજકોટ સર્કલના નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ. મુની લોકો તેમજ સામાજિક સંસ્થાઓ પર્યાવરણ લક્ષી પ્રવૃતિ કરવા માટે આગળ આવેતેમકહેતા ઉમેરે છે કે, ફૂલ-છોડ વૃક્ષારોપણ માટે જરૂરી માર્ગદર્શન તેમજ તમામ સાથ સહકાર આપવાં રાજ્ય સરકાર, વન વિભાગમદદરૂપ બનશે.
જેનો અન્ય એક દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી છે. જેના કેમ્પસમાં નગર નંદનવન યોજના હેઠળ ૩૫હેક્ટરમાં ૧૪૦૦૦ રોપાનું વાવેતર વર્ષ ૨૦૦૭-૮ માં વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સુકી જમીન અને પાણીની તંગી હોવા છતાં પણ આજે હરિયાળા વન તરીકે અકબંધ છે.
માત્ર એટલું જ નહી પરંતુ ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ફાર્મ ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનામાં સામેલ થઈ ખેતર અથવા શેઢામાં વૃક્ષારોપણ કરી આર્થિક લાભ મેળવી શકાય છે. વન વિભાગ દ્વારા સ્ટ્રીટ પ્લાન્ટેશન, ગ્રામ વાટિકા જેવી બહુ આયામીયોજના પણ અમલી છે. યોજનાકીયવધુ વિગત માટે રેંજ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા શ્રી મુનીજણાવે છે.
‘એક બાળ એક ઝાડ’ ઉક્તિને સાર્થક કરીએ, માત્ર રોપાનું વાવેતર નહી પરંતુ તેનું જતન કરવુંઅને તે પુખ્ત નબને ત્યાં સુધી તેની પરિવારના સભ્ય માફક સંભાળ લઈ પૃથ્વીને ગ્લોબલ વોર્મિગથી સુરક્ષિત કરીએ…