શાસક નેતા વિનુભાઇ ઘવા પરિવાર દ્વારા

શનિવારથી ત્રિ-દિવસીય મહોત્સવમાં અનેક ભક્તિસભર કાર્યક્રમોની વણઝાર થશે

શનિવારથી ઢાંઢીયા (કસ્તૂરબા ધામ) ખાતે વિનુભાઇ ઘવા પરિવાર દ્વારા 11 કુંડીયજ્ઞ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આ અંગે વધુ વિગત આપતા જણાવેલ ભારતીય પ્રાચીન પરંપરા તેમજ અર્વાચિન અસ્મિતામાં દેવોની આરાધનામાં ભકિતભર્યા વાતાવરણમાં મનની શાંતી માટે મંદિર અનોખું માધ્યમ છે ત્યારે આવા નૂતન મંદિર વાત્સલ્ય પ્રેમના પ્રતિક સમા શ્રી રામચંદ્ર ભગવાનની અસિમ કૃપાથી ત્રિ:દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.27/5 શનીવાર થી તા.29/5 સોમવાર સુધી ભાવનગર હાઈવે પર ઢાંઢીયા(કસ્તુરબા ધામ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં તા.27/5ના પ્રથમ દિવસે હેમાદ્રી, દેહ શુધ્ધી, મંડપ પ્રવેશ, શ્રી ગણપતી પુજન, નગરયાત્રા (શોભાયાત્રા), જલયાત્રા, સામૈયા, પુણ્યાવાચન, સ્થાપીતદેવ પુજન, અગ્નિસ્થાપન, જલાધીવાસ, ગ્રહહોમ, આરતી, ધાન્યાદિવાસ સહિતના પ્રસંગો ઉજવાશે.

આ તકે સ્વ. હરિભાઈ ઘવા, મુકેશભાઈ ઘવા, સ્વ.વિઠ્ઠલભાઈ કોઠારીના સ્મરર્ણાથે યોજાઈ રહેલ 11 કુંડીયજ્ઞ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞમાં ધર્મસભાના અધ્યક્ષ તરીકે ગુરૂ પ.પૂ.ધ.ધુ. આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજ સ્થાન શોભાવશે.

તા.28/5ના રવીવારે લોકડાયરાની રમઝટ જામશે. જેમાં ખ્યાતનામ ભજનીક અલ્પાબેન પટેલ, પૂનમબેન ગોંડલીયા, સંજયભાઈ ટાંક, સાહીત્યકાર ભીખાભાઈ બુસા ભક્તિરસ રેલાવી ભાવિકોને તરબોળ ક2શે. ત્યારે 11 કુંડીયજ્ઞ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞમાં મુખ્ય દાતા વિનુભાઈ ઘવા, રીટાબેન ઘવા, પિયુષભાઈ ઘવા, કરણભાઈ ઘવા, પૂનમબેન ઘવા, ક્રિષ્નાબેન ઘવા, જીત પિયુષભાઈ ઘવા, શિવાય કરણભાઈ ઘવા તેમજ મુખ્ય યજમાન પિયુષભાઈ ઘવા, કરણભાઈ ઘવા યજ્ઞને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે ત્યારે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ધર્મપ્રેમી જનતા તથા ભાવિકોને લાભ લેવા વિનુભાઈ ઘવા, કિશોરભાઈ ઘવા, 2મેશભાઈ ઘવા તથા સમસ્ત ઢાંઢીયા ગામ પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.