રાજકોટથી સિદસર સુધીની પદયાત્રાનું પ્રસ્થાન: ૧૧૦૦ પદયાત્રીકો જોડાયા
કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સિદસર પ્રાગટયની ૧૧૯મી પૂર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું રવિવારે વહેલી સવારે ૪:૩૦ કલાકે સંસ્થાની ઓફિસ રાજકોટથી પ્રસ્થાન થયું જેમાં ૧૧૦૦ જેટલા પદયાત્રિકો જોડાયા હતા.
રાજકોટના શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવા સદ પૂનમના રોજ શ્રી ઉમિયા માતાજી સિદસરના પ્રાગટય દિન નિમિતે યોજાનારા મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટથી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રાનું તા.૨૨/૯ને શનિવારના રોજ સંસ્થાની ઓફિસ અંકુર કોમર્શીયલ સેન્ટર ગોંડલ રોડથી સવારે ૪:૩૦ કલાકે મા ઉમિયાના જયઘોષ સાથે દબદબાભેર પ્રસ્થાન થયું.
આ પદયાત્રા પ્રસ્થાન માં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટી રમણીકભાઈ ભાલોડીયા, પૂર્વ સાંસદ હરીભાઈ પટેલ, પૂર્વ મેયર મંજુલાબેન પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ ઉમિયા પરિવાર સંગઠન સમિતીના કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, હરીભાઈ કણસાગરા, મનસુખભાઈ ઘોડાસરા, ગોવિંદભાઈ સવસાણી, અશોકભાઈ ટીલવા, અશ્વીનભાઈ ભોરણીયા, વિજયાબેન વાછાણી, ઈશ્વરભાઈ વાછાણી, જમનભાઈ ભલાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, સુરેશભાઈ ઓગણજા, રજનીભાઈ ગોલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટથી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર જતાં પદયાત્રિકો ઢેબર રોડ, પી.ડી.માલવીયા કોલેજ, ગોંડલ રોડ, ક્રિષ્ના પાર્ક જેવા વિસ્તારમાં થઈ વેરાવળ (શાપર) મુકામે પહોંચ્યો હતો. શાપર વેરાવળ ખાતે કડવા પાટીદાર સમાજ શાપરના પ્રમુખ મનસુખભાઈ પાણની આગેવાની હેઠળ પદયાત્રિકોનું આતશબાજી તથા સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રિકોને ચા-નાસ્તા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાપર કડવા પાટીદાર સમાજ દ્વારા પદયાત્રીકોને આવકાર્યા હતા. શાપરથી પદયાત્રીકો દાળેશ્ર્વર પ્રસાદ લઈ બપોર બાદ વાળીધર, કોલીથડ પહોંચ્યા હતા. જયાં રાત્રી રોકાણ કરી ત્યારબાદ ગરનારા, ત્રાકુડા, ઉકરાળી ધોળીધાર થઈને જામકંડોરણા ખાતે બપોરની પ્રસાદી તેમજ આરામ કરી બપોરબાદ પદયાત્રીકોનો સંઘ ત્યાંથી પ્રસ્થાન કરી જસાપર, નાગબાઈનીધાર, ખજુરડા થઈ જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદી લીધી. તેમજ રાત્રી રોકાણ કર્યું હતું.
આજે તા.૨૪ને સોમવારના રોજ પદયાત્રીકો જામ ટીંબડીથી નીકળી સાજડીયાળી થઈ અરણી મુકામે ચા-નાસ્તો કરી ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઈ, બપોર બાદ ખારચીયા, મોટી પાનેલી થઈને સિદસર મુકામે પહોંચ્યા હતા જયાં શ્રી ઉમિયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઈને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે. આવતીકાલે ૧૧ કુંડી મહાયજ્ઞ યોજાશે.
આ પદયાત્રામાં ડ્રેસકોડમાં સજજ ૧૪ સમિતિમાં ૧૩૦ જેટલા કાર્યકરો દ્વારા પદયાત્રીકોની સેવા તેમજ સારસંભાળની વ્યવસ્થા કરી રહ્યા છે. ભાવિકો ભજન-કિર્તનના સાથે માતાજીના જયઘોષા સાથે પદયાત્રા કરે છે.
રાજકોટથી સિદસર સુધીનું પદયાત્રામાં એક અનોખું ધાર્મિક વાતાવરણ ઉભુ થાય છે. શ્રી ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા ભાવિકો આ પદયાત્રામાં જોડાય છે. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઈ ત્રાંબડીયા, કાંતીભાઈ કનેરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.