ભાદરની સપાટી ૧૯ ફુટે પહોંચી: નાયકા, ધોળીધજા, ફલકુ, વાસલ, મોર્સલ, મોતીસર સહિતના જળાશયો છલકાયા જુનાગઢ જિલ્લાના પણ અનેક જળાશયો ઓવરફલો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શુક્રવારે પડેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તક નોંધાયેલા ૨૧ જળાશયો ઓવરફલો થઈ ગયા છે તો જુનાગઢ જિલ્લાનો વિલીંગટન ડેમ પણ છલકાય ગયો છે. સૌરાષ્ટ્ર દરિયા સમાન ભાદર ડેમમાં નવું ૧૦.૪૦ ફુટ પાણી આવતા ડેમની સપાટી ૧૮.૬૦ ફુટે પહોંચી જવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ મોટાભાગના જળાશયોમાં ધીમીધારે સતત પાણીની આવક ચાલુ છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર-૧ ડેમમાં નવું ૧૦.૪૦ ફુટ, મોજમાં ૦.૫૨ ફુટ, ફોફડમાં ૦.૭૯, વેણુ-૨ ૧.૦૮ ફુટ, આજી-૧માં ૩.૧૫ ફુટ, સોરવદરમાં ૩.૨૮ ફુટ, સુરવોમાં ૧૮.૫૪ ફુટ, ગોંડલીમાં ૧૪.૧૧ ફુટ, વાછપરીમાં ૧.૨૧ ફુટ, વેરીમાં ૦.૨૬ ફુટ, ન્યારીમાં ૦.૮૨ ફુટ, મોતીસરમાં ૮.૨૦ ફુટ, ફારદંગબેટીમાં ૯.૦૨ ફુટ, માં ૭.૨૨ ફુટ, માં ૨.૧૦ ફુટ, ઈશ્ર્વરીયામાં ૧૦.૧૭ ફુટ, કરમાળમાં ૧૮.૦૪ ફુટ, ભાદર-૨ માં ૧૦.૧૭ ફુટ, બ્રાહ્મણીમાં ૫.૦૨ ફુટ, ફુલજર-૧ માં ૧.૮૭, વાડી સંઘમાં ૦.૬૬, ‚પાવટીમાં ૧.૩૧, ગઢકીમાં ૦.૬૬ ફુટ, સાનીમાં ૦.૯૮ ફુટ, ઘીમાં ૭.૪૫ ફુટ, ગઢકીમાં ૦.૬૬ ફુટ, વર્તુમાં ૨.૪૬, સીંધડી ૧.૬૬ ફુટ, કાબરકામાં ૧.૩૧, ફુટ, વેરાડીમાં ૩.૨૮ ફુટ, મીણસારમાં ૧.૯૮ ફુટ, વઢવાણ ભોગાવો-૧ (નાઈકા)માં ૦.૬૯, કલકુમાં ૦.૩૯ ફુટ, વાસલમાં ૩.૯૪ ફુટ, નિંભણીમાં ૬.૫૬ ફુટ, ધારીમાં ૨૩.૨૦ ફુટ, સોરઠીમાં ૧.૨૧ ફુટ અને સાકરોલીમાં ૨૩.૦૬ ફુટ નવા નીરની આવક થવા પામી છે.
ભારે વરસાદના કારણે ફારદંગ બેટી, લાલપરી, મચ્છુ-૧, બ્રાહ્મણી, ફુલઝર-૧, ફુલઝર-૨, ‚પારેલ, વર્તુ-૧, કાબરકા, ધોળીધજા, નાઈકા, લીંબડી ભોગાવો-૧, વાસલ, મોર્સલ, સબુરી, ત્રિવેણી ઠાંગો, લીંબડી ભોગાવો-૨, ધારી, સોરઠી અને જુનાગઢનો વિલીંગટન ડેમ સહિતના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતા પાંચ પૈકી બે જળાશયો અગાઉ જ ઓવરફલો થઇ ગયા છે જયારે મુખ્ય ત્રણ જળાશયો પૈકી ભાદર-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦.૪૦ ફુટ, આજી-૧માં ૩.૧૫ ફુટ અને ૦.૮૨ ફુટ પાણીની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રભરના જળાશયોમાં પાણીની ભારે આવક થતા ડેમમાં વિશાળ જળરાશીને નિહાળવા માટે આજે લોકો ડેમસાઈટ પર ઉમટી પડયા હતા.