બીએ સેમ-૨ રેગ્યુલર અને એકસ્ટર્નલ તથા એમકોમ સેમ-૪માં કોપી કેસ કરતા ૬૫ વિદ્યાર્થીને ૧+૧ પરીક્ષાની સજા: બે વિદ્યાર્થીઓ શંકાના આધારે છુટી ગયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને સજા સંભળાવવા માટે શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઈડીએસીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા દરમિયાન સુપરવાઈઝર સાથે ગેરરીતિ કરી ઉત્તરવહી ફાડી નાખતા ચાર વિદ્યાર્થીઓને ૧૧ પરીક્ષાની સજા સંભળાવાઈ છે. આ ઉપરાંત બીએ સેમ-૨ રેગ્યુલર અને એકસ્ટર્નલ તથા એમકોમ સેમ-૪માં કોપી કેસ કરતા ૬૫ વિદ્યાર્થીઓને ૧+૧ પરીક્ષાની સજા સંભળાવવામાં આવી છે તો બીજા બે વિદ્યાર્થીઓને શંકાના આધારે છોડી દેવાયા હતા.
શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકઝામીનેશન ડિસીપ્લીનરી એકશન કમીટીની બેઠક મળી હતી. જેમાં ગેરરીતિ આચરતા ૭૧ વિદ્યાર્થીઓ હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૨૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા અને ૪૩ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષા દરમિયાન સુપરવાઈઝર સાથે ગેરવર્તણુક કરી ઉત્તરવહી ફાડી નાખનાર ૪ જેટલા વિદ્યાર્થીને ૧૧ જેટલી પરીક્ષાની સજા સંભળાવાઈ હતી. આ ઉપરાંત બીજા ૬૨ જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ દાખલ થતાં તેઓને ૧+૧ પરીક્ષાની સજા સંભળાવાઈ હતી.