રાજ્યમાં આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું હતું પરંતુ આગમન બાદ 10 થી 12 દિવસ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું હતું. બાદમાં ધીમેધીમે આગળ વધ્યું હતું. અડધો જુલાઇ મહિનો વિતી ચુક્યો છે ત્યારે રાજ્યમાં સરેરાશ 40 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે રાજ્યના 207 જળાશયમાં 41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યના જળાશયોમાં 11 ટકા પાણીની ઘટ્ટ વર્તાઇ રહી છે. ગુજરાત રાજ્યમાં નર્મદા સિવાય અલગ-અલગ ઝોનના મળીને કુલ 206 જળાશય આવેલા છે. જેમાં હાલ કુલ જળસંગ્રહ 32.21 ટકા જેટલો થયો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 25.42 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 37.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 37.78 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.67 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 27.75 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી હાલ 120 મીટરને પાર થઇ ગઇ છે. ડેમમાં જળસંગ્રહ પણ 52 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલ 1,75,662 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહશક્તિના 52.58 ટકા જેટલો જળસંગ્રહ છે. ગત વર્ષે રાજ્યના 207 જળાશયની સરખામણી કરીએ તો જળ રાશીમાં કુલ 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમના જળસંગ્રહમાં પણ ગત વર્ષની સરખામણીએ 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ત્રણ જળાશયો સંપૂર્ણ રીતે છલકાઇ ગયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઇ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઇ જતા હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવાખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઇ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 40 ટકા જેટલો વરસી ગયો છે.
Trending
- 2025 Bajaj Pulsar NS160, સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ સાથે પહોંચી ડીલરશીપ પર…
- ભારતીય રંગભૂમિની ઉત્પતિ ઋગ્વેદમાં જોવા મળે છે
- પૂજાની થાળીમાં જરુર રાખો આ વસ્તુઓ, માં દુર્ગા થશે રાજી..!
- ઉનાળામાં દરરોજ સવારે પીવો આ ડ્રિંક્સ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જુના હઠીલા રોગથી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી, પ્રગતિકારક દિવસ.
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…