રાજકોટ ખાતે કોઠારીયામાં બાલા હનુમાન આશ્રમ , બ્રહ્માણી હોલની સામે તા . 06/11/2022 ના રજ રવિવારે વિનામુલ્યે 11 ક્ધયાઓ પ્રભુતામાં પગલા માંડશે . આ લગ્નમાં , આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા લગ્ન સમારોહનું પોતાની વિવિધ શૈલીમાં સંચાલન કરશે . લગ્ન ગીતોમાં પ્રસિધ્ધ કાળુભાઈ તથા ગીતાબેન અમદા કાનૂનન દાણીધારીયા તેમજ રાધીકા હરીયાણી , જેતપુર જમાવટ કરશે . અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા તુલસીદાસ ગોંડલીયાએ જણાવ્યું કે
લગ્નમાં પૂ.વિશ્વ વંદનીય સંત મોરારીબાપુને તા . 25/10 ના રોજ ચિત્રકુટ મુકામે કલાકાર તુલસીદાસ ગોંડલીયાએ પૂ.બાપુને રૂબરૂ લગ્ન આમંત્રણ પત્રિકા પાઠવેલ હતી . પૂ . બાપુએ નવદંપતીને શુભકામના તેમજ આશીર્વાદ આપી કરીયાવર રૂપે 11 ચીજવસ્તુ ગોંડલીયા સાથે મોકલાવેલ હતી .
મહંત દયારામ ડાડા , મહંત કાનજી ડાડા , સંતકૃપા નખત્રાણા , મહંત સીતરામ બાપુ , વડવાળી જગ્યા , ગોંડલ , મહંત રાજારામ બાપુ ૐ આનંદી આશ્રમ , સીતારામ ગૌશાળા , મહાપ્રસાદના દાતા તથા મહંત મસ્તરામબાપુ સીતારામ અન્નક્ષેત્ર , મહંત મસ્તરામ બાપુ , અલખધણી ધામ , મહંત બકુલ બાપુ હરીયાણી , અમર હનુમાન ચે . ટ્રસ્ટ તેમજ અગ્રણીઓ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ , પૂર્વ ધારાસભ્ય , ગાયત્રીબા વાઘેલા , ઉપપ્રમુખ , મહિલા ગુજરાત . આ સમુહ લગ્નમાં આશરે 151 ચીજવસ્તુ ક્ધયાઓને કરીયાવર રૂપે આપવામાં આવશે .
આ સમુહ લગ્નને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ભીખારામ જી . કાપડીરાજા , ટી.કે. ગોંડલીયા ( નિવૃત પી.એસ.આઈ. ) , રાજુભાઈ ગોંડલીયા , તુલસીદાસ ગોંડલીયા ( કલાકાર , પત્રકાર ) લક્ષ્મીદાસ ગોંડલીયા , શારદાબેન બી . કાપડી તેમજ સાધુસંતો , કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે .