મંડળીઓએ છેલ્લા ઘણા વર્ષોથી ઓડિટ સહિતની કોઇ કાર્યવાહી કરી ન હોય રજીસ્ટ્રાર દ્વારા તોળાતી કાર્યવાહી
જૂનાગઢ જિલ્લાની ૧૧ સહકારી મંડળી અને ૩૬ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ તમામ મંડળીઓને ઓડીટ ન થવાના કારણે તથા રદ કરવા અંગે નોટીસ આપી ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે. આ તમામ સહકારી સંસ્થા ઘણા વર્ષથી નિયમનુસાર ઓડીટ કરાવેલ નથી. મંડળીએ ક્યારેય પણ કોઇ પ્રકારની માહિતી પત્રકો કચેરીને પુરા પાડેલ નથી. આ મંડળીના નોંધણી બાદના હાલના વહીવટ કર્તાઓ કે સભાસદોને કોઇ પણ પ્રકારની માહિતી કે કચેરીને ક્યારે આપવામાં આવેલ નથી તેમજ નોંધણી બાદ તેમના સરનામા થયેલ ફેરફારની જાણ નિયમનુસાર કચેરીને કરેલ નથી. આ જિલ્લાની ઘણી મંડળીઓએ અગાઉ ફડચામાં લઇ જવામાં આવેલ છે. આમ છતા આ મંડળીઓએ હુકમથી નિયુક્ત કરેલ ફડચા અધિકારીએ ચાર્જ સુપ્રત કરેલ નથી. ફડચા મંડળીનો ચાર્જ લેવામાં ફડચા અધિકારીઓએ મંડળીને લેખીત કે રૂબરૂ સંપર્ક કરવા છતા ચાર્જ સુપ્રત કરવા હોદેદ્દારો કે સભ્યોએ દરકાર કરેલ નથી.
આથી આવી મંડળીઓ સામે કલમ-૧૦૭ ના ભંગ સબબ આવી મંડળીઓને સહકારી કાયદાની કમલ ૨૦ હેઠળ નોંધણી રદ કરવા તેમજ સહકારી કાયદાની કલમ ૧૦૭ અન્વયે ફડચામાં લઇ જવા જિલ્લા રજીસ્ટ્રાર ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જેની જવાબદારી સંસ્થાના હોદેદ્દારોની ગણાશે. મંડળીઓના હોદેદ્દારો જો ઓડીટ કરાવવા માંગતા હોય તો રંગમહેલ, સહકારી મંડળીનુ કાર્યાલય, જિલ્લા રજીસ્ટ્રારની કચેરી ખાતે તમામ દફતર સાથે ૧૦ દિવસમાં હાજર રહી ઓડિટ કરાવી જવા જિલ્લા રજીસ્ટ્રારે અખબારી યાદીમાં જણાવ્યું છે.
જે મંડળીઓને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં જય ચામુંડા ગ્રાહક સહકારી ભંડાર લી. જૂનાગઢ, સર્વોદય મજુર સ.મં.લી.જૂનાગઢ, સહયોગ મજુર સ.મં.લી. જૂનાગઢ, પરીશ્રમ ગ્રાહક સહકારી ભંડાર લી. જૂનાગઢ, બલદેવ ગ્રાહક સહકારી ભંડાર લી. જૂનાગઢ, માણાવદર તાલુકા નોકરીયાત શરાફી સ.મં.લી. માણાવદર, ગોપાલ ગ્રાહક સહકારી ભંડાર લી. માણાવદર, માનખેત્રા ગ્રાહક સહકારી ભંડાર લી. માંગરોળ, જય શક્તિ ગ્રાહક સહકારી ભંડાર લી. માંગરોળ, જય ગુરૂદેવ ગ્રાહક સહકારી ભંડાર લી.કેશોદ અને ગણેશનગર મજુર સ.મં.લી. વંથલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જૂનાગઢની નિર્મલ કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, લક્ષ્મી કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, રક્ષિત કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, સ્વામી વિવેકાનંદ કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, અજય એપા. કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, શ્રધ્ધા રો. કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, અંજના કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, નવસર્જન કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, સ્વામી વિવેકાનંદ કો.ઓપ.હા.સો.લી. કેશોદ, ત્રિમૂર્તિ નં.૨ કો.ઓપ.હા.સો.લી. જોષીપરા, શાંતેશ્વર કો.ઓપ.હા.સો.લી. જોષીપરા, અશોક ટેના કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, ઉષા કિરણ કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, અજંટા એપા. કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, વિશ્વકર્મા કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, ઇલોરા કો.ઓપ.હા. સો.લી. જૂનાગઢ, આશીયાના કો.ઓપ.હા.સો.લી. જૂનાગઢ, આદીનાથ કો.ઓપ.હા.સો.લી. માણાવદર, સ્વામીનારાયણ કો.ઓપ.હા.સો.લી. માણાવદર, ત્રંબકેશ્વર કો.ઓપ.હા.સો.લી. માણાવદર, અંકુર કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ, આનંદનગર કો.ઓપ.હા.સો.લી.કેશોદ, ડીમલેન્ડ કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ, નવરંગ કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ, નિલકમલ કો.ઓપ.હા.સો.લી.કેશોદ, મંગલમ કો.ઓપ.હા.સો.લી.માંગરોળ, કર્મચારીનગર કો.ઓપ.હા.સો.લી.માંગરોળ, સરસ્વતી કો.ઓપ.હા.સો.લી.કેશોદ, બાટવા સફાઇ કામદાર કો.ઓપ.હા.સો.લી.માણાવદર, હિરેન કો.ઓપ.હા.સો.લી.કેશોદ, પટેલ વિદ્યા મંદિર કો.ઓપ.હા.સો.લી.કેશોદ, સહજાનંદ નં.૧ કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ, સહજાનંદ નં.૨ કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ, તિરૂપતિ ફ્લેટ કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ અને વિનાયક કો.ઓપ.હા.સો.લી.જૂનાગઢ નામની કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા નોટીસ આપવામાં આવી છે.