અધિવેશનમાં આખા વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખી અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ

જેસીઆઇ ઇન્ડીયા ઝોન-૭નું વાર્ષિક અધિવેશન તાજેતરમાં જેસીઆઇ જામનગર દ્વારા જામનગર મુકામે યોજવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦થી વધારે જેસી, જેસીરેટ, જેજે, જેસીલેટ, ઉત્સાહભેર ભાગ સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉતર ગુજરાતના અલગ-અલગ અધ્યાયથી લોકોએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં આખા વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખી દરેક અધ્યાયને અલગ-અલગ કેટેગરીના એવોર્ડ આપીને નવાજવામાં આવ્યા હતાં.

જેમાં જેસીઆઇ રાજકોટ યુવા આખા ઝોનમાં તેની સુંદર કામગીરી બદલ બીજા ક્રમાંક પર રહી આઉટ સ્ટેન્ડીંગ લોમનો એવોર્ડ મેળવી ફરી જેસીઆઇ રાજકોટ યુવાનું નામ ઝળહળતું કર્યુ હતું. આ ઉપરાંત ૧૦ એવોર્ડ મેળવ્યા. જેમાં આઉટ સ્ટેન્ડીંગ પ્રેસીડેન્ટ રનર- જેસી મિતેષ પટેલ, આઉટ સ્ટેન્ડીંગ લોમ રનર- જેસી મિતેષ પટેલ, આઉટ સ્ટેન્ડીંગ જેસીરેટ ચેરપર્સન – જેસીરેટ ક્રિના માંડવીયા, આઉટ સ્ટેન્ડીંગ જેસીરેટ વીંગ વિનર, આઉટ સ્ટેન્ડીંગ જેજે ચેર પર્સન વિનર- જેજે પ્રિયાંશી રૂપારેલ, આઉટ સ્ટેન્ડીંગ જેજે વીંગ વિનર, આઉટ સ્ટેન્ડીંગ બિઝનેશ રનર, આઉટ સ્ટેન્ડીંગ જી એન્ડ ડી વિનર, આઉટ સ્ટેન્ડીંગ ન્યુ જેસી રનર- જેસી અનમ ચંદારાણા, આઉટ સ્ટેન્ડીંગ લેડી રનર- જેસી સ્વાતિ રાજ્યગુરૂ, આઉટ સ્ટેન્ડીંગ જેસી વીક વિનર સહિતના એવોર્ડ મેળવ્યા છે.

આ બધા એવોર્ડ ઝોન પ્રેસીડન્ટ જેસીઆઇ સેન હિતુલ કારીયા દ્વારા જેસીઆઇ ઇન્ડીયા ઝોન-૭ના વાર્ષિક અધિવેશનમાં આપી જેસીઆઇ રાજકોટ યુવાના ટોટલ ૨૯ મેમ્બર્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ જાહેર કરી સ્ટેજ ઉપર બોલાવી એવોર્ડ નાઇટમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ બધા એવોર્ડ અને જેસીઆઇ રાજકોટ યુવા ઝોનમાં પ્રોત્સાહિત થયું હતું. તેમાં જેસીઆઇ રાજકોટ યુવાની ટીમ જેસીઆઇ સેન મિતુલ કારીયા ઝોન પ્રેસીડન્ટ, જેસીઆઇ સેન ભરત પટેલ ઝોન-૭ના લીડર અને જેસીઆઇ સેન અશ્ર્વિન ચંદારાણા પાસ્ટ નેશનલ ડીરેક્ટરનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા નિયમિત નીત-નવીન પ્રોજેક્ટ પ્રોગ્રામનું આયોજન જેસી મેમ્બર્સ અને નોન જેસી મેમ્બર્સ માટે કરવામાં આવે છે જે લોકોએ આ સંસ્થામાં જોડાવા ઇચ્છતા હોય તે લોકોએ “જેસીઆઇ રાજકોટ યુવા બી-૩૦૩, પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક, સદર બજાર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૭ અથવા ફોનને ૦૨૮૧-૨૨૩૭૧૪૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.