વિધાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઇ હતી, જેનું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે એક અથવા બે વિષયમાં નપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી 10 જુલાઈથી શરૂ થશે.14 જુલાઈ સુધી અલગ-અલગ વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની જ પૂરક પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ-10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયીલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની જુલાઈ (પૂરક) 2023ની પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવાનાર છે, આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેની વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.